• શનિવાર, 27 જુલાઈ, 2024

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઈ અર્જન્ટ સર્ક્યુલેશનની માગ હાઇકોર્ટે ફગાવી

ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદ આવશે: કેટેગરીની સુરક્ષા

અમદાવાદ, તા. 24: (ફૂલછાબ ન્યુઝ) બાબા બાગેશ્વરના દરબાર પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજીમાં ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને દરબાર પહેલા યોગ્ય સૂચનાઓ આપવામાં આવે તેવી ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત હેટ સ્પીચ અને સામાજિક વૈમનસ્ય ફેલાય તે ધ્યાને રાખવા અરજીમાં માગ કરવામાં આવી હતી. જો કે અરજીના અર્જન્ટ સર્ક્યુલેશનની માગ ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી. 

અરજદારે વિવિધ વિભાગોને લેખિત રજૂઆત કર્યા બાદ પણ કોઈ જવાબ મળ્યો હોવાની પણ કોર્ટને માહિતી આપી હતી. અરજદારે સંબધિત વિભાગો દ્વારા જરૂરી નોટીફિકેશન પણ કાઢ્યુ હોવાની પણ રજૂઆત કરી હતી. પરંતુ સામે રાજ્ય સરકારે જો કોઈ   ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય તો સુઓમોટોનું વિકલ્પ ખુલ્લો હોવાની રજૂઆત કરી હતી. એટલુ નહીં, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સરકારે કોર્ટમાં બાંહેધરી આપી હતી.

દરમિયાનમાં બાગેશ્વર ધામ સરકાર અને બાબા બાગેશ્વરના નામે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી આવતીકાલે અમદાવાદ આવશે. અમદાવાદના વટવામાં ચાલે રહેલી દેવકીનંદન મહારાજની કથામાં હાજરી આપશે. બાબા બાગેશ્વરનું ચાર ફૂટની ઊંચાઈ અને ત્રણ ફૂટની પહોળાઈ ધરાવતું ભવ્ય સિંહાસન તૈયાર કરવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ધીરેન્દ્ર શાત્રીને થોડા સમય પહેલા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા તેને શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક