• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

વલભીપુરમાં 300થી વધુ વિદ્યાર્થી પુરાતન નગરીના અવશેષો શોધશે

વલભી વિદ્યાપીઠના અવશેષોની શોધ માટે ચાર માસથી ટીમનો પડાવ, અનેક ચીજ વસ્તુ મળી, હજુ ઐતિહાસિક ખજાનો મળવાના સંકેતો

(ફૂલછાબ ન્યુઝ)

વલભીપુર, તા.29 : વલભીપુર શહેરમાં મફતનગર વિસ્તારમાં પુરાતત્ત્વ હસ્તકની જમીનમાં પુરાતત્ત્વ વિભાગની ગુજરાતની ટીમ દ્વારા ચાર માસથી વલભી વિદ્યાપીઠના ઇતિહાસને ઉજાગર કરવા માટે શોધખોળ ચાલી રહી છે. અહીંથી અનેક ચીજ વસ્તુઓ મળી આવી છે અને હજુ ઐતિહાસિક ખજાનો મળવાના સંકેતો મળી રહ્યાં છે.

વલભીપુરમાં વલભી વિદ્યાપીઠ અંગેનું સંશોધન આર્ક્યોલીજિસ્ટ વિભાગ દ્વારા છેલ્લા 4 માસથી ચાલી રહ્યું છે. તે અંગે આજે દિલ્હીથી આર્ક્યોલોજિસ્ટ સચિવ વિવેક અગ્રવાલે સાઇટની મુલાકાત લીધી હતી અને ટુંક સમયમાં આ કામ વધુ ઝડપથી આગળ વધે અને વલભી વિદ્યાપીઠ ક્યાં હતી, તેના પુરાવાઓ લોકો સમક્ષ આવે તે અંગે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ પુરાતત્ત્વ વિભાગ દ્વારા મળેલા અવશેષો અંગે જાણકારી આપવામાં આવી હતી, હાલ જે અવશેષો મળ્યા છે તે હડપ્પન સંસ્કૃતિ સાથે મેચ થતાં હોવાનું જણાવ્યું હતું. હાલ અલગ અલગ 5 જગ્યા પર ખોદકામ શરૂ કરવા માટે 500 લોકોની ટીમ કાર્યરત કરવા સચિવે જણાવ્યું હતું. આ સાથે 1 ઓક્ટોબરથી ઉદયપુરના 300થી વધુ વિદ્યાર્થી દ્વારા પુરાતન નગરીના અવશેષો શોધવાનું કાર્ય શરૂ કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું. અગાઉ પણ અમુક કિંમતી અવશેષો મળ્યા હતા તેવી પણ માહિતી મળી છે.

ઇ-પેપરના નવા શુલ્ક