નવી દિલ્હી, તા.ર9 : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા ખેડૂતોના સંગઠન ભારતીય કિસાન સંઘે કપાસની આયાત પર ટેકસ છૂટને 31 ડિસેમ્બર સુધી લંબાવવાના સરકારના નિર્ણયનો વિરોધ કરી તેને પાછો ખેંચવા માગ કરી છે.
કિસાન
સંગઠનનું કહેવું છે કે આવા નિર્ણયથી સ્થાનિક ખેડૂતોને નુકસાન થશે એ લાંબા સમયમાં ભારતની
નિર્ભરતા આયાત પર વધી જશે. સંગઠને પોતાની માગ
અંગે નાણા મંત્રી નિર્મલા સીતારમનને પત્ર લખ્યો છે. સંગઠને જણાવ્યું કે ભારતમાં 3ર0
લાખ ગાંસડી કપાસનું વર્ષે ઉત્પાદન થાય છે જેની સામે ઘરેલુ માગ 391 લાખ ગાંસડીની છે.
ભારત અત્યાર સુધી વર્ષે 60થી 70 લાખ ગાંસડીની આયાત કરે છે પરંતુ આવી છૂટથી ભારત નિકાસકારને
બદલે મોટું આયાતકાર બની જશે.