13 સપ્ટેમ્બરે બેંગ્લુરુ સ્થિત સેન્ટર ફોર એકસેલેંસમાં હાજર થવા ફરમાન
મુંબઇ,
તા.29: ટીમ ઇન્ડિયાના વન ડે કપ્તાન અને ટી-20-ટેસ્ટ ફોર્મેટમાં નિવૃત્તિ લઇ ચૂકેલ રોહિત
શર્મા 13 સપ્ટેમ્બરે બેંગ્લુરુના બીસીસીઆઇના સેન્ટર ફોર એકસીલેંસમાં ફિટનેસ ટેસ્ટ આપશે.
રિપોર્ટ અનુસાર રોહિત શર્માએ યો-યો ટેસ્ટ ઉપરાંત નવો બ્રાંકો ટેસ્ટ પણ આપવાનો રહેશે.
રોહિત બે-ત્રણ દિવસ સેન્ટરમાં હાજર રહેશે. આ દરમિયાન તે આસ્ટ્રેલિયા વિરુદ્ધની વન ડે
શ્રેણીની તૈયારી પણ શરૂ કરશે. જો કે તે ફિટનેસ ટેસ્ટ કલીયર કરશે તો જ પસંદગીને પાત્ર
રહેશે. આ બારાની બીસીસીઆઇએ રોહિત શર્માની જાણ કરી દીધી છે.
11થી
1પ સપ્ટેમ્બર દરમિયાન સેન્ટર ઓફ એકસીલેંસના એક મેદાન પર દુલિપ ટ્રોફીનો ફાઇનલ રમાશે
અને બીજા મેદાન પર રોહિત શર્માનો ફિટનેસ ટેસ્ટ થશે. એવા પણ રિપોર્ટ છે કે ઓસ્ટ્રેલિયા
પ્રવાસની તૈયારીના ભાગરૂપે રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા એ ટીમ સામેની વન
ડે શ્રેણીના એક-બે મેચ રમી શકે છે. ઇન્ડિયા એ અને ઓસ્ટ્રેલિયા એ વચ્ચેની વન ડે શ્રેણી
30 સપ્ટેમ્બરતી શરૂ થવાની છે. જેના 3 વન ડે મેચ કાનપુરમાં રમાશે. જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા
વચ્ચેની વન ડે શ્રેણી 19 ઓક્ટોબરથી પર્થથી શરૂ થશે.
38
વર્ષીય રોહિત શર્મા માર્ચથી ક્રિકેટથી દૂર છે. તેણે આખરી ઇન્ટરનેશનલ મેચ 9 માર્ચના
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઇનલ રમ્યો હતો. જેમાં તેણે 83 દડામાં
76 રન બનાવ્યા હતા.