ઇસ્ટ સામે નોર્થ ઝોનની મજબૂત સ્થિતિ : બીજા મેચમાં સેન્ટ્રલ ઝોનનું સંપૂર્ણ વર્ચસ્વ
બેંગ્લુરુ
તા.29: દુલિપ ટ્રોફી કવાર્ટર ફાઇનલ મેચમાં નોર્થ ઝોન ટીમ તરફથી રમી રહેલા જમ્મૂ-કાશ્મીર
ટીમના ઝડપી બોલર આકિબ નબીએ ઇસ્ટ ઝોન વિરૂધ્ધ ચાર દડામાં ચાર વિકેટ ઝડપી સનસનાટી મચાવી
છે. તે દુલિપ ટ્રોફીમાં ‘ડબલ હેટ્રિક’ લેનાર તે પહેલો બોલર બન્યો છે.
આકિબ
નબીએ નોર્થ ઝોન તરફથી ઇસ્ટ ઝોન સામે પ3મી ઓવરમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા દડે વિકેટ
ઝડપી હેટ્રિક પૂરી કરી હતી. આ પછી ઇનિંગની પપમી ઓવરના પહેલા દડે પણ તેણે વિકેટ લીધી
હતી. ક્રિકેટમાં કોઇ બોલર 4 દડામાં 4 વિકેટ ઝડપે તો તેને ડબલ હેટ્રિક કહેવાય છે. પહેલી
ઈનિંગમાં આકિબના નામે 28 રનમાં પ વિકેટ રહી હતી. આથી ઇસ્ટ ઝોન 230 રને ઓલઆઉટ થઇ હતી.
આ પહેલા મેચના આજે બીજા દિવસે નોર્થ ઝોનનો પહેલો દાવ 40પ રને પૂરો થયો હતો. તે બીજા
દિવસની રમતના અંતે ઇસ્ટ ઝોનથી 17પ રન આગળ છે.
દુલિપ
ટ્રોફીના બીજા મેચમાં સેન્ટ્રલ ઝોનના 4 વિકેટે પ32 રન ડિકલેરના જવાબમાં નોર્થ/ઇસ્ટ
ઝોનના બીજા દિવસના અંતે 7 વિકેટે 168 રન થયા હતા. તે હજુ 364 રન પાછળ છે. સેન્ટ્રલ
ઝોનના યુવા બેટર દાનિસ માલવાર તેની બેવડી સદી પૂરી કરીને 203 રને રિટાયર્ડ આઉટ થયો
હતો.