• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

મેસ્સીના જોરદાર દેખાવથી ઇન્ટર મિયામી લીગ્સ કપના ફાઇનલમાં

સેમિ ફાઇનલમાં ઓરલેંડો સિટી સામે 3-1થી વિજય

 

ફ્લોરિડા, તા.28: લિયોનલ મેસ્સીના અદ્ભુત દેખાવની મદદથી ઈન્ટર મિયામી ટીમ લીગ્સ કપના ફાઇનલમાં પહોંચી છે. સેમિ ફાઇનલમાં ઇન્ટર મિયામી સામે ઓરલેંડો સિટીની ચુનૌતિ હતી. મેસ્સીની કપ્તાનીમાં મિયામીનો અંતમાં 3-1 ગોલથી વિજય થયો હતો અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. મેસ્સીએ બે ગોલ કર્યાં હતા. જ્યારે ત્રીજા ગોલને આસિસ્ટ કર્યો હતો. ફાઇનલમાં ઇન્ટર મિયાની ટક્કર રવિવારે સિએટલ સાઉન્ડર્સ સામે થશે. ઓરલેંડો સિટીએ આ સીઝનમાં મેજર લીગ સોકર ટૂર્નામેન્ટમાં ઇન્ટર મિયામીને બે વખત હાર આપી હતી. જેનો ફાયદો તેને લીગ્સ કપના સેમિ ફાઇનલમાં મળ્યો ન હતો.

ઇ-પેપરના નવા શુલ્ક