• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

અમેરિકી કપાસ ઉપર ઈમ્પોર્ટ ડયુટીમાં છૂટ લંબાવાઈ

નવી દિલ્હી, તા. 28 : સરકારે કપાસના શુલ્ક મુક્ત આયતની અવધિ ગુરૂવારે ત્રણ મહિના માટે લંબાવીને 31 ડિસેમ્બર સુધી કરી દીધી છે. આ નિર્ણયનો હેતુ અમેરિકાના 50 ટકા ટેરિફનો સામનો કરી રહેલા કપડાના નિકાસકારોને સમર્થન પ્રદાન કરવાનો છે. આ પહેલા 18 ઓગસ્ટના રોજ નાણા મંત્રાલયે 19 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી કપાસ આયાતને ડયુટી ફ્રી કરવાની મંજૂરી આપી હતી. અમેરિકી કૃષિ વિભાગ દ્વારા સરકાર તરફથી કપાસની આયાત ડયુટી ફ્રી કરવાના નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે.

મંત્રાલય દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિકાસકારોને વધુ સમર્થન આપવા માટે કેન્દ્ર સરકારે કપાસ ઉપર આયાત ડયુટીને 30 સપ્ટેમ્બર 2025થી 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં પાંચ ટકા બીસીડી અને પાંચ ટકા એઆઈડીસીથી છુટ સાથે બન્ને ઉપર 10 ટકા સામાજીક કલ્યાણ સામેલ છે. જેનાથી કપાસ ઉપર કુલ આયાત શુલ્ક 11 ટકા હોય છે. અમેરિકાના કૃષિ વિભાગ તરફથી મોદી સરકાર દ્વારા કપાસ ઉપરથી ઈમ્પોર્ટ ડયુટી હટાવવાના નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે. કૃષિ વિભાગે એક નિવેદનમાં કહ્યું હતું કે ડયુટી ફ્રીઈમ્પોર્ટથી અમેરિકી કપાસના બુકિંગમાં વધારો થવાની સંભાવના છે. વધુમાં ભારતના વત્ર અને પરિધાન ઉદ્યોગને પણ રાહત મળશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક