મિકસ્ડ ડબલ્સમાં ધ્રુવ કપિલા-તનીષા ક્રાસ્ટો પણ અંતિમ-8 રાઉન્ડમાં
પેરિસ
તા.28: ભારતની બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ
શાનદાર દેખાવ ચાલુ રાખીને બીડબ્લ્યૂએફ વર્લ્ડ ચેમ્પિયનશિપના મહિલા સિંગલ્સના કવાર્ટર
ફાઇનલમાં પહોંચી છે. પીવી સિંધુએ આજે ત્રીજા રાઉન્ડના મેચમાં ચીનની બીજા ક્રમની ખેલાડી
વાંગ ઝી યિને હાર આપી હતી. સિંધુનો શાનદાર દેખાવ સાથે 21-19 અને 21-1પથી લાજવાબ વિજય
થયો હતો. નંબર બે વાંગ ઝી પર સિંધુનો દબદબો રહ્યો હતો અને હેડ ટૂ હેડમાં પ મેચમાં સિંધુની
આ ત્રીજી જીત નોંધાઇ છે. સિંધુએ આ પહેલા ગઇકાલે બીજા રાઉન્ડના મેચમાં મલેશિયાની ખેલાડી
લેત્શાના કરૂપાથેવનને 42 મિનિટમાં 21-19 અને 21-1પથી હાર આપી હતી. મિકસ્ડ ડબલ્સમાં
પણ ભારતીય જોડી ધ્રુવ કપિલા અને તનીષા ક્રાસ્ટોએ કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે.
તેમણે હોંગકોંગની જોડીને આજે 19-21, 21-12 અને 21-1પથી હાર આપી હતી. મેન્સ ડબલ્સમાં
ભારતીય જોડી સાત્વિક-ચિરાગનો ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ થયો છે. તેમણે ચીની તાઈપેની જોડીને
22-20 અને 21-13થી હાર આપી હતી. જયારે મેન્સ સિંગલ્સમાં એચએસ પ્રણય બીજા રાઉન્ડમાં
વિશ્વ નંબર બે ડેનમાર્કના એન્ડરસન અંટોનસેન સામે અપસેટ કરતા ચૂકીને હારી ગયો હતો. પ્રણયનો
રસાકસી પછી 8-21, 21-17 અને 21-23થી પરાજય થયો હતો.