NARI-2025ના સરવે અનુસાર કોહિમા, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર સહિતના અમુક શહેરો મહિલાઓ માટે સૌથી સુરક્ષિત
નવી
દિલ્હી, તા. 29 : પટણા, જયપુર, ફરીદાબાદ, દિલ્હી, કોલકાતા, શ્રીનગર અને રાંચી ભારતમાં
મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત શહેર છે. જ્યારે કોહિમા, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, આઈઝોલ,
ગંગટોક, ઈટાનગર અને મુંબઈ ભારતમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર ગણવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય વાર્ષિક મહિલા સુરક્ષા સુચકાંક (એનએઆરઆઈ) 2025મા આ જાણકારી આપવામાં આવી છે.
રાષ્ટ્રવ્યાપી
સુચકાંક 31 શહેરના 12,770 મહિલાઓના સરવે ઉપર આધારીત છે. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સ્કોર
65 ટકા રાખવામાં આવ્યો છે અને શહેરોને માપદંડથી ઉપર, ખુબ ઉપર, સમાન અથવા નીચે, ખુબ
નીચેની શ્રેણીમાં વર્ગીકૃત કરાયા છે. સુચકાંકમાં
શીર્ષ સ્થાન મેળવનારા કોહિમા અને વિશાખાપટ્ટનમ જેવા શહેરોના સારા પ્રદર્શન પાછળ
મજબુત લૈંગિક સમાનતા, નાગરિક ભાગીદારી, પોલીસ વ્યવસ્થા અને મહિલા અનુકુળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની
ભૂમિકા છે. પટણા અને જયપુર જેવા શહેરોના ખરાબ પ્રદર્શન પાછળ કમજોર સંસ્થાગત પ્રતિક્રિયા,
પિતૃસત્તાત્મક માપદંડ અને પાયાના માળખામાં કમી જેવા કારકોને જવાબદાર ઠેરવાયા છે.
સર્વેક્ષણમાં
સામે આવ્યું છે કે રાતે સુરક્ષાના અનુભવની ધારણામાં ઘટાડો થયો છે. ખાસ કરીને સાર્વજનિક
સ્થળ અને મનોરંજન સ્થળોએ અસુરક્ષા વધી છે. શૈક્ષણિક સંસ્થાનોમાં 86 ટકા મહિલા દિવસે
સુરક્ષાનો અનુભવ કરે છે પણ રાત્રે સુરક્ષાના ધોરણે ચિંતામાં રહે છે. 91 ટકા મહિલાઓ
કાર્યસ્થળે સુરક્ષાનો અનુભવ કરે છે. જો કે અડધોઅડધ મહિલાને ખ્યાલ નથી કે કાર્યસ્થળે
યૌન ઉત્પીડન રોકવાની નીતિ લાગુ છે કે નહીં. એનએઆરઆઈ-2025 અનુસાર સર્વેક્ષણમાં સામેલ
દર ત્રણમાંથી બે મહિલા ઉત્પીડનની ફધિરયાદ કરતી નથી.