• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

તમામ સેક્ટર્સ માટે આવશે પેકેજ : પીયૂષ ગોયલ

ટ્રમ્પ ટેરિફ વચ્ચે નિકાસ ગયા વર્ષ કરતા વધુ રહેવાનો કેન્દ્રીય મંત્રીનો દાવો

નવી દિલ્હી, તા. 29 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યા છતા ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે મોટો દાવો કર્યો છે. ગોયલના કહેવા પ્રમાણે ટેરિફ છતાં ચાલુ વર્ષે ભારતની નિકાસ ગયા વર્ષ કરતા વધારે રહેશે. નિકાસ વધારવાના હેતુથી સરકાર તમામ સેક્ટર માટે ઉપાયોની ઘોષણા કરશે.

પીયૂષ ગોયલનું નિવેદન ટ્રમ્પ ટેરિફ ઉપર ભારત તરફથી અત્યારસુધીનો  સૌથી આકરો જવાબ ગણી શકાય તેમ છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ગોયલે કહ્યું હતું કે, જો કોઈ દેશ ભારત સાથે મુક્ત વ્યાપાર સમજૂતિ (એફટીએ) કરા માગે છે તો ભારત હંમેશાં તૈયાર છે. જો કે કોઈપણ પ્રકારનો ભેદભાવ ભારતના 140 કરોડ નાગરીકોના આત્મવિશ્વાસ અને સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારો છે. આ માટે નમવામાં નહી આવે અને કમજોર દેખાવામાં નહીં આવે.

ભારત સાથે મળીને આગળ વધતું રહેશે અને બજારો ઉપર કબજો કરાશે. તેઓ પૂરા વિશ્વાસ સાથે કહી શકે છે કે ભારતની નિકાસ ચાલુ વર્ષે ગયા વર્ષ કરતા પણ વધારે રહેશે. ગોયલે આગળ કહ્યું હતું કે તેઓ ખાતરી આપવા માગે છે કે સરકાર દરેક સેક્ટર માટે ઉપાયની ઘોષણા કરશે. જેથી ઘરેલુ બજારમાં વેચાણમાં વૃદ્ધિથી સાથે વિદેશી બજારોમાં પણ ભારતની પહોંચ વધી શકે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક