• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

કપ્તાન હરમનપ્રિતની હેટ્રિકથી એશિયા કપમાં ભારતનો ચીન વિરૂધ્ધ 4-3 ગોલથી વિજય

રાજગીર (બિહાર) તા.29: ભારતના મહાન ખેલાડી અને હોકીના જાદુગર ગણાતા મેજર ધ્યાનચંદના જન્મદિનના ખાસ મોકા પર એશિયા કપના પ્રારંભે ભારતીય ટીમે ચીનને 4-3 ગોલથી હાર આપી વિજયી પ્રારંભ કર્યોં છે. ભારત તરફથી કપ્તાન હરમનપ્રિત સિંઘે ગોલની હેટ્રિક કરી હતી. ચીન વિરૂધ્ધ ભારતીય હોકી ટીમનો આ 19મો વિજય છે.

ચીન સામેના મેચમાં ભારતીય હોકી ટીમ જો કે આશાને અનુરૂપ દેખાવ કરી શકી ન હતી. ચીનના ડિફેન્સને ભારતની ફોરવાર્ડ લાઇન ભેદી શકી ન હતી આથી ગોલનો વરસાદ થયો ન હતો. ચીને સારી ટકકર આપી હતી. કપ્તાન હરમનપ્રિત સિંઘે  20મી,33મી અને 47મી મિનિટે ગોલ કરી હેટ્રિક રચી હતી. તેના આ તમામ ગોલ પેનલ્ટી કોર્નરથી આવ્યા હતા. જુગરાજસિંઘે 20મી મિનિટે ફિલ્ડ ગોલ કર્યોં હતો. ચીન તરફથી 12, 33 અને 41મી મિનિટે ગોલ થયા હતા.

એશિયા કપના આજના અન્ય મેચમાં દ. કોરિયાનો ચીની તાઇપે સામે 7-0 ગોલથી અને મલેશિયાનો બાંગલાદેશ સામે 4-1થી વિજય થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક