ગુજરાતની પોતાની ટેક્સની આવક 13 ટકા વધી
રાજકોટ, તા.12(ફૂલછાબ ન્યૂઝ)
ઔદ્યોગિક વિકાસની સાથે વૈશ્વિક રોકાણ આકર્ષવામાં ગુજરાત પૂરા ભારતમાં ઉત્તમ દેખાવ કરનારું
રાજ્ય બની રહ્યું છે. જીએસટીના દરમાં કેન્દ્રએ આપેલી રાહત પછી અનેક રાજ્યોની આવકનો
વિકાસદર ધીમો રહ્યો છે પણ ગુજરાત એમાં શિરમોર રહ્યું છે.
ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સના દર
દિવાળી આસપાસ સરકારે ઘટાડી નાંખ્યા છે. એ ઉપરાંત રાજ્યોને જીએસટી હેઠળ કમ્પાન્સેસન
સેસ પણ મળતી નથી. આવા સમયે રાજ્ય માટે પોતાની આવક વધારવાનું ખૂબ જ જરૂરી બની જાય છે.
ગુજરાત એ દિશામાં ટ્રેન્ડ સેટરની ભૂમિકામાં છે.
કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના
એકઠાં કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે રાજ્યની પોતાની ટેક્સની આવક 2026ના નાણાકિય વર્ષમાં
લગભગ બધા જ રાજ્યોમાં ધીમી પડી છે. જોકે ગુજરાત ગયા વર્ષની તુલનાએ પ્રગતિમાં રહ્યું
છે.
એપ્રિલથી ઓક્ટોબર 2025ના સમયગાળામાં
ગુજરાતની પોતાની ટેક્સની આવક 13 ટકા વધી છે.
જોકે જીડીપીના આધારે ગણીએ તો ટોપ ટેન રાજ્યોમાં સામેલ તામિલનાડું, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ
અને મધ્યપ્રદેશની પોતાની આવક 5 ટકા કરતા પણ ઓછી રહી હતી.
વિશ્લેષકો કહે છેકે, એની પાછળ
કદાચ નબળો જીડીપી દર કે ઓછી મોંઘવારી કારણરૂપ હોઇ શકે છે.કેન્દ્ર સરકારની ગ્રોસ ટેક્સ
રેવન્યૂમાં વૃદ્ધિ એપ્રિલથી ઓક્ટોબરમાં ધીમી પડીને 4 ટકા સધી રહી છે. એસજીએસટી રાજ્ય
સરકારની કુલ પોતાની આવકમાં 45 ટકા હિસ્સો ધરાવે છે. એ કારણે જીએસટીમાં રેશનલાઇઝેશન કરવાને લીધે આવનારા
મહિનાઓમાં તેના ફાયનાન્સ પર વધારે દબાણ આવી શકે છે.
જીએસટી લાગુ પડયા પછી રાજ્યોની
જીએસટીની આવક જીડીપીની સરેરાશ ફક્ત 2.6 ટકા રહી છે. અગાઉના 2.8 ટકા કરતા ઓછી છે, જે
જીએસટી આર્કિટેક્ચરમાં લગાતાર અંડર રિકવરી તરફ ઇશારો કરે છે તેમ ગ્રાન્ટ થોર્નટોન ભારતના
પાર્ટનર અને ટેક્સ કોન્ટ્રોવર્સી મેનેજમેન્ટ લીડર મનોજ મિશ્રા કહે છે.
નીચાં વિકાસદર ધરાવતા રાજ્યો
તેના અંદાજપત્રના અંદાજોમાં વધારે પડતા મહત્ત્વાકાંક્ષી રહ્યા છે. ઉત્તરપ્રદેશે એવી
અપેક્ષા રાખી હતી કે નાણાકિય વર્ષ 2026માં રાજ્યની પોતાની આવક 41 ટકા વધશે પણ ઓક્ટોબર
સુધી માત્ર 4.6 ટકા વિકાસ દર હાંસલ કરી શકાયો છે. આંધ્રપ્રદેશ અને તામિલનાડુંએ 15 ટકાનો
ટારગેટ રાખ્યો તો પણ ફક્ત 3.4 અને 4.5 ટકાનો વિકાસ આવકમાં કરી શક્યા છે. મહારાષ્ટ્રએ
5 ટકાની ધારણા રાખી હતી તેની સામે 8.5 ટકાનો વિકાસ કરી શક્યું છે.
મોટાંભાગના રાજ્યો પોતે અંદાજપત્રના
50 ટકા સુધી પણ પહોંચી શક્યા નથી. ગુજરાતે 57.6 ટકાનો આખા વર્ષનો ટારગેટ રાખ્યો છે
જ્યારે મહારાષ્ટ્રએ 52.70 ટકા, કર્ણાટકે 52.4 ટકા અને પશ્ચિમ બંગાળે 50.8 ટકાનો ટારગેટ
રાખઅયો છે. જોકે અન્ય રાજ્યો પાછળ છે.
એસ.કે. પટોળિયા એન્ડ એસોસીએટના
પાર્ટનર નેહા બેરીવાલા કહે છે, આર્થિક રિકવરી, ફોર્મલાઇઝેશન અને ઉત્તમ કમ્પ્લાયન્સના
આધારે વધારે પડતા લક્ષ્યાંકોને કારણે રાજ્યો જીએસટીની આવકનો લક્ષ્યાંક ચૂકી જતા હોય
છે. જીએસટી દરમાં કાપ, છૂટછાટ અને એમ્નેસ્ટી સ્કીમ પણ વિકાસ દર ઘટાડી દે છે.