અનાવરણ અને ફ્રેન્ડલી મેચ : હૈદરાબાદ-મુંબઇમાં ભરચક્ક કાર્યક્રમ: યાત્રાના આખરી દિવસે મોદી સાથે મુલાકાત
નવી
દિલ્હી તા.11: આર્જેન્ટિનાના મહાન ફૂટબોલ ખેલાડી અને વિશ્વ વિજેતા કેપ્ટન લિયોનલ મેસ્સીની
બહુઅપેક્ષિત ભારત યાત્રાનો 13 ડિસેમ્બરથી થશે. આ સ્ટાર ફૂટબોલર 1પ ડિસેમ્બર સુધી ભારતમાં
રોકાણ કરશે અને ચાર શહેરની મુલાકાત કરશે. આ દરમિયાન તેની ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર
મોદી સાથેની મુલાકાત વિશેષ બની રહેશે. મેસ્સી આ પહેલા વર્ષ 2011માં ભારત પ્રવાસે આવ્યો
હતો. ત્યારે કોલકતા ખાતે આર્જેન્ટિનાએ વેનેજુએલા સામે કોલકતામાં મેચ રમ્યો હતો. જેમાં
મેસ્સીની ટીમનો 1-0 ગોલથી વિજય થયો હતો. આ વખતે મેસ્સી સાથે તેનો દોસ્ત અને ઉરૂગ્વેના
દિગ્ગજ ખેલાડી લૂઇસ સુઆરેજ અને આર્જેન્ટિનાનો વિશ્વ કપ વિજેતા ખેલાડી રોડ્રિગો ડિ પોલ
પણ ભારત આવી રહ્યા છે.
મેસ્સી
દુબઇથી 12મીએ મોડી રાત્રે કોલકતા પહોંચશે. જે તેનું પસંદનું શહેર છે. 13મીએ સવારે મેસ્સીના
ઘણા કાર્યક્રમ છે. આ દરમિયાન તેની પ્રતિમાનું ઉદઘાટન પણ થશે. મેસ્સીના કાર્યક્રમમાં
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, સૌરવ ગાંગુલી અને શાહરૂખ ખાન જોડાશે. કોલકતામાં મેસ્સી
એક ફ્રેન્ડલી મેચ પણ રમશે. આ પછી તે હૈદરાબાદ રવાના થશે. જયાં 7/7 મેચ રમશે. 14 ડિસેમ્બરે
મુંબઇમાં મેસ્સી ચેરિટી કાર્યક્રમ અને ફેશન
શોનો હિસ્સો બનશે. મુંબઇમાં તે સાંજે સેલિબ્રિટી ફૂટબોલ મેચ રમશે. જેમાં કેટલાક બોલિવૂડ
કલાકારો પણ હશે. વાનખેડે સ્ટેડિયમમાં પણ મેસ્સીનો કાર્યક્રમ યોજાયો છે. 1પ ડિસેમ્બર
મેસ્સીનો ભારત પ્રવાસનો આખરી દિવસ છે અને તે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે.
અરૂણ જેટલી સ્ટેડિયમમાં એક કાર્યક્રમ પણ યોજાશે. મેસ્સીના દરેક કાર્યક્રમના ટિકિટના
જુદા જુદા દર છે. ઓછામાં ઓછી કિંમત 4પ00 રૂપિયા છે. આમ છતાં મેસ્સીની લોકપ્રિયતાને
લીધે ટિકિટનું ઓનલાઇન ધૂમ વેચાણ થઇ રહ્યું છે.