રાજકોટ, તા.11: ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના પત્ની અને ગુજરાતના મંત્રી રિવાબા જાડેજાના એક નિવેદનથી ભારતીય ક્રિકેટમાં વિવાદ સર્જાયો છે. ધારાસભ્ય રિવાબાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ પતિ રવીન્દ્ર જાડેજાની સરાહના કરે છે અને ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ પર ગંભીર આરોપો લગાવે છે.
રિવાબાએ
એક કાર્યક્રમમાં ભાષણ કરી પતિ રવીન્દ્ર જાડેજાની પ્રશંસામાં કહે છે કે મારા પતિ વિદેશમાં
જ્યારે પણ રમવા જાય છે ત્યારે કયારે પણ નશો કરતા નથી. તેઓ પોતાની જવાબદારી સમજે છે.
આ પછી રિવાબાની જબાન લપસે છે અને કહે છે કે ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ વિદેશી પ્રવાસમાં
ખોટા કામ કરે છે. જો કે તેમણે કોઇ ખેલાડીનું નામ લીધું ન હતું. જો કે તેમના આ વિધાનથી
વિવાદ ઉભો થયો છે. આ વિવાદ પર રિવાબા કે રવીન્દ્ર જાડેજા તરફથી હજુ સુધી સફાઇ રજૂ થઇ
નથી.