ન્યૂ
ચંડિગઢ, તા. 12: દ. આફ્રિકા સામેના બીજા ટી-20 મેચની પ1 રનની કારમી હાર બાદ ભારતીય
કપ્તાન સૂર્યકુમાર યાદવે સ્વીકાર્યું કે તેણે અને શુભમન ગિલે ટીમને સારી શરૂઆત આપવાની
જરૂર હતી. આ સાથે તેણે એમ કહ્યું કે દર વખતે આપ અભિષેક શર્મા પર નિર્ભર ન રહી શકો.ડિ’કોકના
90 રનથી આફ્રિકાએ 213 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા ગિલ ગોલ્ડન
ડક થયો હતો અને કપ્તાન સૂર્યકુમાર માત્ર પ રન જ કરી શક્યો હતો. ભારતે પાવરપ્લેમાં જ
32 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.
મેચ
બાદ ભારતીય કપ્તાન સૂર્યકુમારે જણાવ્યું કે હું અને ગિલ ટીમને સારી શરૂઆત આપવાની જરૂર
હતી, કારણ કે દર વખતે અભિષેક પર નિર્ભર ન રહી શકાય. તેનો પણ ખરાબ દિવસ હોય છે. મારે,
શુભમને અને અન્ય બેટર્સે જવાબદારી લેવી પડશે. મારે ક્રિઝ પર થોડો સમય ટકીને બેટિંગ
કરવાની જરૂર હતી. અક્ષરને ત્રીજા નંબર પર મોકલવાના નિર્ણયનો બચાવ કરતા કપ્તાને જણાવ્યું
કે તે લાંબા ફોર્મેટમાં સારી બેટિંગ કરતો હોવાથી તેને બેટિંગમાં ઉપર મોકલવાનો નિર્ણય
લેવાયો હતો. તેણે સારી બેટિંગ કરી હતી. આ તકે યાદવે સ્વીકાર્યું કે ટોસ જીતી અમે બોલિંગ
પસંદ કરી હતી. આથી બોલરોએ સારી બોલિંગ કરવાની જરૂર હતી. હવે પછીના મેચમાં અમે બોધપાઠ
લઇ આગળ વધશું.