• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

મનરેગા હવેથી ‘પૂજ્ય બાપુ ગ્રામીણ યોજના’ !

મોદી સરકારે બદલ્યું નામ: રોજગારના દિવસો પણ વધારીને 125 કર્યા

 

નવી દિલ્હી, તા. 12 : મોદી સરકારે શુક્રવારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી એક્ટ - મનરેગાનું નામ બદલી દીધું છે. હવે આ યોજના પૂજ્ય બાપુ ગ્રામીણ યોજનાના નામથી ઓળખાશે. સુત્રો અનુસાર કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે નામ બદલવા અને કામના દિવસ વધારવાના બિલને મંજૂરી આપી હતી.

આ યોજના હેઠળ મળતા ફાયદા પણ સરકારે વધારી દીધા છે. ન્યુઝ એજન્સી પીટીઆઈ અનુસાર નામ બદલવાની સાથે તેના હેઠળ કામના દિવસની સંખ્યા વર્તમાન 100 દિવસથી વધારીને હવે 125 દિવસ કરવામાં આવી છે એટલે કે હવે વર્ષમાં 100 દિવસને બદલે 125 દિવસ રોજગારની ગેરન્ટી મળશે.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરન્ટી યોજના, એટલે કે મનરેગા સરકારની એક પ્રમુખ યોજના છે. જેનો હેતુ ગ્રામીણ વિસ્તારમાં પરિવારની આજીવિકા સુરક્ષા  વધારવાનો છે. જેના હેઠળ ગ્રામીણ ક્ષેત્રમાં પરિવારને એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ રોજગાર આપવામાં આવે છે. જેની સંખ્યા હવે વધારવામાં આવી છે.  આ યોજના યુપીએ-1 સરકારની પ્રમુખ યોજનામાંથી એક રહી છે. જેને વર્ષ 2005મા શરૂ કરવામાં આવી હતી. વર્તમાન સમયે યોજના હેઠળ 15 કરોડથી વધારે લોકો કામ કરી રહ્યા છે. મનમોહનસિંહ સરકારમાં શરૂ કરવામાં આવેલી યોજનાનું શરૂઆતી નામ નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ હતો. 2009માં યોજનાનું નામ મહાત્મા ગાંધી ઉપર રાખવામાં આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક