સરકારી જમીન પર દબાણકર્તા સામે પ્રાત અધિકારીની લાલ આંખ : જમીન માફિયાઓમાં ફફડાટ
ચોટીલા તા.11: ચોટીલા નાયબ કલેકટર
એચ.ટી.મકવાણાએ રેફરલ હોસ્પિટલ નજીક આવેલા પ્રાઇમ લોકેશન ઉ5ર દબાણ આઇડેન્ટીફાય કરતા
સરકારી હોસ્પીટલની સામેની સાઇડ કોકા કોલા ક્રિસ્ટલ બેવરેજ ગોડાઉન સરકારી જમીનમાં શંકાસ્પદ
લાગતા સ્થળ ઉ5ર મામલતદાર અને સર્કલ ઓફીસરને રેકર્ડ સાથે બોલાવી ખાત્રી કરી હતી. આ સરકારી
જમીન હોવાનું તેમજ તદ્દન ગેરકાયદે રીતે 2500 ચો.મી. વાળી જમીનમાં વન વિભાગના કર્મચારી
ભરતભાઇ બાવકુભાઇ ખાચરે દબાણ કરી 500 ચો.મી. વાળી જમીનમાં પાકુ બાંધકામ કરી ઠંડા પીણાનું
ગોડાઉન બનાવ્યું હતું. બાકીની જમીનમાં ગાયનો તબેલો તેમજ અન્ય હેતુ માટે ઉ5યોગ કરવામાં
આવતો હતો. આ ઠંડા પીણાનું ગોડાઉન ચલાવનાર રોહનભાઇ દર્શકભાઇ આચાર્ય રહે. સુરેન્દ્રનગર
વાળાને પુછતા આ સરકારી જમીનમાં અનઅધિકૃત રીતે દબાણ ચોટીલા વન વિભાગના કર્મચારી ભરતભાઇ
બાવકુભાઇ ખાચર (ફોરેસ્ટર) દ્વારા કરવામાં આવ્યું હોવાનું અને આ જમીનનો ભાડા કરાર રૂ.5000
છે અને ભરતભાઇ ખાચર દ્વારા દર મહિને રૂ.12000
વસુલ કરવામાં આવતું હોવાની કબૂલાત કરી હતી. તંત્ર દ્વારા 42000 પાણીની બોટલો, 6000
અલગ અલગ કં5નીની ઠંડાપીણાની બોટલો મળી કુલ 48000 બોટલો સાથે કુલ રૂ.11,40,000 નો મુદ્દામાલ
જપ્ત કરી ગોડાઉનને સીલ મારવામાં આવ્યુ છે.
વન વિભાગના કર્મચારી દ્વારા સરકારી
જમીનમાં ગેરકાયદે દબાણ કરી અનઅધિકૃત સરકારી જમીનનો ઉપયોગ કરી નફો મેળવતા હોય તેથી તેની
સામે લેન્ડ ગ્રાબિંગની હેઠળની કાર્યવાહી હાથ ધરવા મામલતદાર ચોટીલાને સૂચના આ5વામાં
આવી છે.