રાજકોટ,તા.11(ફૂલછાબ ન્યૂઝ)કપાસની આવક ગુજરાતભરમાં તેનું મોસમનું ટોચનું લેવલ ગૂમાવી ચૂકી છે. ગયા મહિનામાં કેટલાક દિવસ સાડા ત્રણ લાખ મણ સુધી આવક થયા પછી હવે આવક બેથી સવા બે લાખ મણ સુધી પહોંચી ચૂકી છે. જોકે એ દરમિયાન ગુજરાતની જિનીંગ મિલોમાં હવે 28થી 30 હજાર ગાંસડીનું રોજીંદું ઉત્પાદન થવા લાગ્યું છે.
ગુજરાતમાં જિનીંગ ફેક્ટરીઓ ઓક્ટોબરથી
ધમધમવા લાગી હતી. આરંભના બે માસમાં અલગ અલગ જિનોમાં કુલ મળીને 13,36,915 ગાંસડી (પ્રત્યેક
165 કિલો) બાંધવામાં આવી છે. ઓક્ટોબરમાં 4,%8,150 ગાંસડી બની હતી. નવેમ્બરમાં 8,58,801
ગાંસડી બની હતી.
ગુજરાતમાં કુલ 463 જિનીંગ મિલો
ચાલુ છે. એ પૈકી સૌરાષ્ટ્રમાં 319, ઉત્તર ગુજરાતમાં 10%, મેઇન લાઇનમાં 2% અને કચ્છ વિસ્તારમાં 10 જિનો શરૂ થઇ છે. જિનીંગ
મિલોને અત્યારે કપાસ ખરીદીને ગાંસડી બનાવવામાં પડતર બેસવી મુશ્કેલ છે એટલે કટકે કટકે
જિનો ચાલી રહી છે. પાંચથી સાત હજારની ડિસ્પેરિટી ગણાવાય રહી છે. ગુજરાતમાં સંકર ગાંસડીનો
ભાવ ખાંડીએ રૂ. 52400-52 જેટલી બોલાય રહી છે. તેની સામે કપાસ ખરીદ્યા પછીની પડતર
વધી જાય છે. એક જિનર કહે છે, નબળા અને જૂના કપાસ મળે છે એટલે કટકે કટકે જિનો ચલાવવામાં
આવે છે. જોકે અત્યારે તો લોકલ બજાર ભાવ કરતા આયાતી માલ સામે પણ જિનોને ટકવાનું છે.
ગુજકોટ દ્વારા 2025-26માં ગુજરાતમાં
%2 લાખ ગાંસડી બંધાશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. એ રીતે 18.5% ટકા જેટલું
પ્રેસીંગ સીઝનમાં અત્યાર સુધીમાં થઇ ચૂક્યું છે.
ગુજરાતમાં હાલ સીસીઆઇની ખરીદી
જોરશોરથી ચાલી રહી છે. જોકે ક્વોલિટીના પ્રશ્નો સર્જાય છે એટલે ઘણા ખેડૂતોનો માલ પણ
રિજેક્ટ થઇ રહ્યો હોવાના સમાચાર છે. દરમિયાન માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ બેસ્ટ માલમાં
રૂ. 1500-1600 વચ્ચે હવે મળવા લાગ્યો છે. સીસીઆઇનો ભાવ રૂ. 1622 છે.