ખંભાળિયા/દ્વારકા, તા.11: દ્વારકાના રેલ્વે સ્ટેશન નજીકના સયાજી સર્કલ પાસેથી દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. દ્વારા ભાવનગરના બે શખસોને વ્હેલ માછલીના એમ્બરગ્રીસ (ઉલટી)ના 1.1પ કિલોના રૂપિયા 1 કરોડ 1પ લાખના જથ્થા સાથે અટકાયત કરી ધોરણસરની કામગીરી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર દેવભૂમિ
દ્વારકા જિલ્લા એલ.સી.બી. ટીમ દ્વારા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ
દરમ્યાન મળેલ માહિતીના આધારે રેલવે સ્ટેશન નજીકના સયાજી સર્કલ પાસેથી નિરવ બાલાભાઈ
ભટ્ટ અને સુનીલભાઈ ચંદ્રકાંતભાઈ સંભવાણી નામના ભાવનગરના બે શખસોને 1.1પ કિલોના વજનના
રૂપિયા એક કરોડ પંદર લાખની બજાર કિંમતના વ્હેલ માછલીના એમ્બરગ્રીસ સાથે પકડી પાડી રેન્જ
ફોરેસ્ટ ઓફિસર દ્વારકા દ્વારા પરીક્ષણ કરી કબજે કર્યું હતું.
બન્ને ઈસમોની પૂછપરછમાં આ વ્હેલ
માછલીના એમ્બરગ્રીસને ભાવનગરની દ્વારકા વેચાણ અર્થે લઈ આવ્યા હોવાનું જણાવ્યું હતું.
બન્ને શખસો વિરૂદ્ધ વ્હેલ માછલી એમ્બરગ્રીસ અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની
કાર્યવાહી કરવા દ્વારકા ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરીમાં એલસીબી
અને રેન્જ ફોરેસ્ટની ટીમ દ્વારા કરવામાં આવી હતી.