2028
ઓલિમ્પિકમાં દેશને ચંદ્રક જીતાડવાના ઓરતા
નવી
દિલ્હી તા.12: ભારતની સ્ટાર કુસ્તી ખેલાડી વિનેશ ફોગાટે યૂ-ટર્ન લીધો છે. તેણીએ સંન્યાસ
પાછો ખેંચ્યો છે અને કુસ્તીની મેટ પર વાપસી કરવાનું એલાન કર્યું છે. વિનેશ ફોગાટ
2028ના લોસ એંજિલિસ ઓલિમ્પિકમાં ઉતરવા માગે છે અને દેશ માટે ચંદ્રક જીતવાનું લક્ષ્ય
છે. વિનેશે નિવૃત્તિ પાછી ખેંચી લીધી હોવાની જાણ સોશિયલ મીડિયા પર આજે કરી હતી. તેણીએ
લખ્યું કે લોકો પૂછી રહ્યા હતા કે શું પેરિસ અંત હતો. ઘણા સમય સુધી આનો જવાબ મારી પાસે
ન હતો. મારે મેટથી, પ્રેશરથી, આશાઓથી અને સપનાઓથી દૂર જવાની જરૂર હતી. વર્ષો પછી મેં
ખુદને શ્વાસ લેવા દીધો. મેં મારી સફરના ભારને સમજવા માટે સમય લીધો. ઉતાર-ચડાવ, દિલ
તૂટવું, ત્યાગ મારું એ રૂપ જે દુનિયાએ ક્યારેય જોયું ન હતું. અને આ જ વિચારમાં મને
સત્ય મળી ગયું. મને હજુ પણ ખેલ પસંદ છે. હું હજુ પણ મુકાબલો કરવા માગું છું. એ શાંતિથી
મને કંઇક એવું મળ્યું કે જે હું ભૂલી ગઈ હતી. આગ કયારે પણ ખતમ થતી નથી. ફક્ત થાક અને
શોરની નીચે દબાઇ જાય છે. ડિસિપ્લિસન, રૂટીન, લડાઇ આ બધું મારી સિસ્ટમમાં છે. હું કેટલી
પણ દૂર ચાલી જાવ, કુસ્તીથી દૂર રહી શકુ નહીં. એલએ28માં હું એકલી નથી. મારો પુત્ર મારી
ટીમ મારા ચીયરલિડર હશે.
અત્રે
એ ઉલ્લેખનીય રહેશે કે 2022 પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ મહિલા કુસ્તીના પ6 કિલો વર્ગમાં
ફાઇનલમાં પહોંચી ગઈ હતી અને અંતમાં 100 ગ્રામ વધુ વજનને લીધે ડિસક્વોલીફાય થઈ હતી.
આથી વિનેશ સાથે પૂરા ભારતનું દિલ તૂટયું હતું. વિનેશ મેડલ વિના પરત ફરી હતી. બાદમાં
તેણીએ રાજકારણના અખાડામાં ઝંપલાવ્યું અને હરિયાણાની જુલાના બેઠક પરની કોંગ્રેસની વિધાનસભ્ય
છે. હવે તે ફરી કુસ્તીના આખડામાં ઉતરી રહી છે.