• મંગળવાર, 24 માર્ચ, 2026

હવામાનની આગાહી મામલે વિરોધાભાસી વાદળો : કોઈ કહે છે માવઠું, કોઈ કહે તડકો

હવામાન નિષ્ણાતોના મતે માસાંતે પવન સાથે કમોસમી વરસાદ વરસશે, રાજ્યના હવામાન વિભાગ અનુસાર સાયકલોનિક સર્ક્યુલેશનની ગુજરાત પર ખાસ અસર નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, રાજકોટ તા. 23 : માર્ચ મહિનાની શરૂઆતમાં આકરી ગરમી પડી અને ત્યારબાદ જાણે ચોમાસું બેસી ગયું હોય એળું વાતારણ સૌરાષ્ટ્ર સહિત રાજયના અનેક વિસ્તારમાં જોવા મળ્યું હતું. ભર ઉનાળે કરા સાથે માવઠું વરસતા ખેતી પાકને ભારે નુકશાન થયું છે ત્યા ફરી માવઠાનું સંકટ તોળાઇ રહ્યું હોવાનું હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે. હવામાન નિષ્ણાતોના અનુસાર અરબી સમુદ્ર તરફથી આવતા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. જોકે બીજી તરફ હવામાન વિભાગે આવી કોઇ સંભાવના વ્યક્ત કરી નથી, ઉલ્ટાનું તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાનું જણાવ્યું હતું.

હવામાન નિષ્ણાતના મતે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે તેની ટ્રફ લાઈન ગુજરાત સુધી લંબાવાની શક્યતા છે. આ સિસ્ટમની અસરને પગલે આગામી 28 થી 30 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ (માવઠું) પડી શકે છે. માર્ચ અંતમાં પશ્ચિમ વિક્ષેપના લીધે કેટલાક ભાગમાં કમોસમી વરસાદની શક્યતા છે અને 4થી 8 એપ્રિલમાં ભારે પવન સાથે હવામાનમાં પલટો આવશે અને 26 માર્ચથી ગુજરાતના મોટા ભાગમાં પવનની ગતિ વધશે અને કમોસમી વરસાદની શકયતા રહેલી છે. 20 મે થી બંગાળ ઉપસાગર વધુ સક્રિય બનશે અને ભારેથી અતિભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા રહેલી છે, અરબી સમુદ્રમાં પણ 20 મેં થી 20 જૂન સુધી ચક્રવાતની શક્યતા છે, ચક્રવાત ઓમાન તરફ જાય તો ભારતમાં વરસાદની સંભાવના ઓછી રહેલી છે, પવનની ગતિના કારણે બાગાયતી પાકોને નુકસાન થશે અને આંબાના પાકોને પણ નુકસાન થવાની શક્યતા છે. 10થી 20 એપ્રિલ વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થશે અને અરબ સાગરમાં પણ સાયકલોન આવવાની સંભાવના છે, 11 મેથી 20 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધારે રહેશે અને 24 મે થી 4 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે, 30 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને જનધનમાં રોગ આવવાની સંભાવના છે, ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે અને એપ્રિલ, મે માસમાં પાકમાં ઇયળ પણ પડશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં પશ્ચિમી વિક્ષેપને કારણે તારીખ 10થી 20 એપ્રિલ વચ્ચે પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ આવવાની શક્યતા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક