• મંગળવાર, 24 માર્ચ, 2026

રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે, આદિવાસીઓના શિક્ષણ પર મૂક્યો ભાર

રાહુલ ગાંધીએ આદિવાસીઓના અધિકારો માટે લડતી વિવિધ સંસ્થાના આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો

(ફૂલછાબ ન્યૂઝ)

વડોદરા, તા.23: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી આજે ગુજરાતમાં છે. અંબાજીથી ઉમરગામ સુધી આવેલા આદિવાસી પટ્ટા ઉપર આદિવાસીઓના અધિકારો માટે લડતા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, સમાજના ઉત્થાન માટે કામ કરતા લીડરો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો હતૉ.

રાહુલ ગાંધી બપોરે વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આવકારીને ‘રાહુલ ગાંધી જિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. ત્યાર બાદ આજવા ચોકડી પાસે આવેલા દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે ઘટતા જતા વન વિસ્તાર અને આદિવાસી સમુદાયોને મુખ્ય પ્રવાહમાં સામેલ ન કરવા બદલ સરકારની ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ સરકારને એવી શિક્ષણ પ્રણાલી વિકસાવવાની સલાહ આપી, જે આદિવાસી બાળકોની ભાગીદારી વધારે અને જંગલો પર આદિવાસી શાસન સુનિશ્ચિત કરે. તેમણે ભાર મૂક્યો હતો કે વિકાસ હેતુ માટે સંપાદિત જમીન પર આદિવાસી સમુદાયોનો નિયંત્રણ હોવો જોઈએ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક