આ ગોડાઉન સ્કૂલથી માત્ર અંદાજે 30 મીટર દૂર હતું : ગોડાઉન અનઅધિકૃત રીતે ચાલી રહ્યું હોવાની ચર્ચીં
(અમારા
પ્રતિનિધી તરફથી)
સુરત,
તા. 4 : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના સિલવાસાના ડેમની સ્કૂલ ફાળિયા વિસ્તારમાં
આવેલ નાઇટ્રોજન ગોડાઉનમાં આજે સવારે અચાનક વિસ્ફોટ થતા આસ પાસના વિસ્તારમાં અફરાતફરી
મચી ગઈ હતી. ધડાકાનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો
હતો. ઘટનામાં 6 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચીતા તાત્કાલિક સારવાત માટે નમો હોસ્પિટલમાં
ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 6માંથી 4 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે.
આ ગોડાઉન
સ્કૂલથી માત્ર અંદાજે 30 મીટર દૂર હતું, જેના લીધે સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા
થયા છે! પ્રાથમિક માહિતી મુજબ આ ગોડાઉન અનઅધિકૃત રીતે ચાલી રહ્યું હતું, જોકે તેની
સત્તાવાર પુષ્ટિ હજી બાકી છે.
સિલવાસાના
ડેમની સ્કૂલ ફાળિયા વિસ્તાર માં આવેલ નાઇટ્રોજન ગોડાઉનમાં આજે સવારે અચાનક વિસ્ફોટ
થયો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાતા આસપાસના વિસ્તારમાં
અફરાતફરી મચી ગઈ હતી. અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર
બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત-બચાવ કામગીરી
હાથ ધરાઈ હતી. સાવચેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે.
આ દુર્ઘટનામાં
6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે નમો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી
4 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. મૃતકો ગેસ સિલિન્ડર બનવાને કામગીરી સાથે સંકળાયેલા
હતા અને એમાંથી ત્રણના તો ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે
મૃતકોના શરીર ના ચિથરા ઉડી ગયા હતા. આ વિસ્ફોટની અસર આસપાસમાં રહેણાંક સુધી થતા ત્યાં
કાર અને ઘરના બારી બારણા માં કાચ પણ તૂટી ગયા હતા. ઘટનામાં અન્ય ઈજાગ્રસ્તોની સારવાર
ચાલુ છે.
વિસ્ફોટનું
ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પ્રાથમિક અંદાજ મુજબ ટેકનિકલ ખામી અથવા બેદરકારી
કારણભૂત હોઈ શકે છે. પ્રશાસને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. સેલવાસ કલેક્ટરે ઘટના
સ્થળની મુલાકાત લીધી હતી અને તપાસ થયા પછી સંપૂર્ણ વિગતો આપવા માટે જણાવ્યું છે. જો
તપાસમાં આ કામગીરી ગેરકાયદે હશે તો તેની સામે પણ કડક પગલાં લેવામાં આવશે એમ ચેતવણી
ઉચ્ચારી હતી.