18થી 23 મે પ્રિમોન્સુન એક્ટિવિટી સક્રિય થશે : હવામાન નિષ્ણાત
આગામી
ત્રણ દિવસ 2થી 3 ડિગ્રીનો ઘટાડો યથાવત્ રહેશે : હવામાન વિભાગ
રાજકોટ,
અમદાવાદ, તા. 14: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી આકરી ગરમી અને હીટવેવની
સ્થિતિમાંથી હવે લોકોને રાહત મળવાની શરૂઆત થઈ છે. ઉત્તર-પશ્ચિમના પવનોની અસરમાં ફેરફાર
થતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વાતાવરણમાં
વધુ ઠંડક પ્રસરે તેવી શક્યતા છે. ગઈકાલે રાજ્યની સૌથી વધુ ગરમી 45.2 ડિગ્રી ગરમી નોંધાઈ
હતી જ્યારે આજે શુક્રવારે મહત્તમ તાપમાનમાં 6.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
હવામાન
વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માના અનુસાર ગરમીમાં ઘટાડો શરૂ થઇ ગયો છે અને આગામી ત્રણ
દિવસ સુધી 2થી 3 ડિગ્રીનો ઘટાડો યથાવત થશે જ્યારે હવામાન નિષ્ણાંતોના અનુસાર આગામી
18થી 23 સુધી પ્રિ-મોન્સુન એક્ટિવિટી સક્રિય થશે, જેના કારણે ઠંડક અનુભવાશે.
હવામાન
નિષ્ણાતના અનુસાર ગુજરાતમાં ધીમે ધીમે ગરમીથી રાહત મળશે. 16મે બાદ તાપમાનમાં ઘટાડો
થવાની સંભાવના છે. 18થી 23 મે સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે. કેટલાક વિસ્તારોમાં
હળવો વરસાદ શક્ય છે. રાજ્યમાં 8થી 15 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશરની શક્યતાઓ
છે. 23થી 28 જૂન સારા વરસાદની સંભાવના છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં
ગરમીમાં ઘટાડો થશે.
ભાવનગર
: શહેરમાં ગઈકાલે રાજ્યની સૌથી વધુ ગરમી 45.2 ડિગ્રી ગરમી નોંધાઈ હતી જ્યારે આજે શુક્રવારે
મહત્તમ તાપમાનમાં 6.2 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં રાહત અનુભવાય હતી. છેલ્લા એક અઠવાડિયાથી
ભાવનગરનું તાપમાન 40થી 45 ડિગ્રી વચ્ચે રહેતા લોકો ગરમીથી તોબા પોકારી ગયા હતા. આજે
ગરમીનો પારો નીચે ઉતરતા ભાવનગરવાસીઓએ ગરમીમાં રાહત અનુભવી હતી. આજે ભાવનગર શહેરનું
મહત્તમ તાપમાન 6.2 ડિગ્રી ઘટી 39.0 ડિગ્રી નોંધાયું હતું.