તાલાલામાં 47 દિવસથી લગાતાર કેરીની આવક, 7.60 લાખ બોક્સ આવ્યા
રાજકોટ,તા.
4: (ફૂલછાબ ન્યૂઝ) ચોમાસાના આગમનની ઘડીઓ ગણાવા લાગતા કેસર કેરીની મોસમ અંતિમ ચરણમાં
પહોંચી છે. પાછલા ત્રણ વર્ષમાં સૌથી વધારે દિવસ સુધી તાલાલામાં કેરીની આવક થઇ છે, હજુ
દસથી પંદર દિવસ સુધી કેરીની આવક થવાની શક્યતા છે. છેલ્લાં પંદર દિવસથી તાલાલામાં રોજ
સરેરાશ 25 હજાર બોક્સ આવી રહ્યા છે, એમાં બે દિવસથી હળવો ઘટાડો શરૂ થયો છે જે સીઝન
પૂરી થવાનો સંકેત છે તેમ કેરીના વેપારીઓએ કહ્યું હતુ.
તાલાલામાં
47 દિવસથી લગાતાર કેરીની આવક થઇ રહી છે.કુલ આવકનો આંકડો 7.60 લાખ બોક્સ (10 કિલો)ના
સ્તરે પહોંચી ચૂક્યો છે. જોકે આવક વધવાની સાથે કેરીનો ભાવ પણ તળિયે છે. આવક વધવાની
શરુ થઇ ત્યારે દસેક દિવસથી બોક્સનો ભાવ રૂ. 1 હજારની નીચે પહોંચી ગયો છે. તાલાલામાં
બોક્સ રૂ. 350-770 સુધી વેચાય છે. અલબત્ત ટોપ ક્વોલિટીના કેટલાક બોક્સ હજુ રૂ. 900-1000માં
ખપે છે.
તાલાલા
માર્કેટ યાર્ડના સેક્રેટરી રમેશભાઇ ડાંડ કહે છે, બે દિવસથી કેરીની આવકમાં હળવો ઘટાડો
દેખાવાનું શરૂ થયું છે. એ જોતા હવે દસ પંદર દિવસમાં આવક પૂરી થવાનો અણસાર છે. તેમણે
ઉમેર્યુ કે, આવક વધી છે પણ હવે નાટકિય ઘટાડો
દેખાશે. કેરીની ક્વોલિટી સારી આવી રહી છે છતાં દાગી કે ડંખ વિનાની કેરી શોધવી જોઇએ.જો
એવી કેરી આવી જાય તો તે સડી જવાનો ડર હોય છે. હવે કેરી સસ્તી મળશે પણ પાકવાની કે ગુણવત્તા
જળવાવાની સમસ્યા થઇ શકે છે.
તાલાલા
માર્કેટ યાર્ડમાં કેરીની આવકનો આંકડો 2024 અને 2025 કરતા ઘણો વધી ગયો છે. જોકે
2023માં 11 લાખ બોક્સ આવ્યા હતા તેનાથી નીચો રહે તેમ છે. છતાં ચાલુ મોસમમાં 9 લાખ બોક્સ
આસપાસ આવક થઇ જાય તેવી સંભાવના છે.
ગોંડલ
માર્કેટ યાર્ડમાં પણ કેરીની બમ્પર આવક થાય છે. અત્યારે રોજ 25-26 હજાર બોક્સ આવે છે
અને તેનો ભાવ રૂ. 500-1600 સુધી ચાલે છે.
---