• શનિવાર, 25 જુલાઈ, 2026

ભારે વરસાદથી ગુજરાતમાં રેલ વ્યવહાર ખોરવાયો : અનેક ટ્રેનો રદ અને ડાયવર્ટ

બીલીમોરા અને વિરમગામ સેક્શનમાં પાણી ભરાતાં પશ્ચિમ રેલવે દ્વારા નિર્ણય

અમદાવાદ, તા.24: ગુજરાતમાં પડી રહેલા સાર્વત્રિક અને ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેના ટ્રેન વ્યવહારને માઠી અસર પહોંચી છે. રેલવે પ્રશાસન દ્વારા જારી કરાયેલી યાદી મુજબ, બીલીમોરા સેક્શન તેમજ અમદાવાદ ડિવિઝનના છારોડી અને વિરમગામ વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે સલામતીના ભાગરૂપે વાહનવ્યવહાર અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા 24 અને 25 જુલાઈ દરમિયાન અનેક મહત્ત્વની ટ્રેનો રદ, આંશિક રદ તેમજ ડાયવર્ટ કરવામાં આવી છે.

સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનો: અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ (22954), અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી (12010), ગાંધીનગર-મુંબઈ વંદે ભારત (20902), અમદાવાદ-ઓખા વંદે ભારત (22925/26), કર્ણાવતી એક્સપ્રેસ (12933), ગુજરાત ક્વીન (19034) અને વિરમગામ-અમદાવાદ મેમુ ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.

આંશિક રદ કરાયેલી ટ્રેનો: વડનગર-વલસાડ સુપરફાસ્ટ (20960) વડનગરને બદલે ગાંધીનગરથી ઉપડશે. આ ઉપરાંત ગાંધીનગર-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ (19119/20) વિવિધ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ડાયવર્ટ કરાયેલા રૂટ: ગાંધીધામ-નાગરકોઈલ (16335) અને વેરાવળ-જબલપુર (11463) વિરમગામ-કટોસણ રોડ-કલોલ થઈને ચાલશે. જ્યારે વેરાવળ-સાબરમતી વંદે ભારત (26902) વિરમગામ-મહેસાણા રૂટ પરથી પસાર થશે.

સમયમાં ફેરફાર: અમદાવાદ-પુણે દુરંતો (12297) 24 જુલાઈના રાત્રે 22:30 ના બદલે 25 જુલાઈના રોજ મોડી રાત્રે 02:10 વાગ્યે રવાના થશે. જોકે, હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો (12268) પોતાના નિર્ધારિત સમયે જ ચાલશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Top News

સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં મેઘમહેર અમદાવાદ-દક્ષિણ ગુજરાતમાં કહેર વાપી, નવસારી, સુરતમાં જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ July 25, Sat, 2026