(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.23: ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આગામી 48 કલાક અતિભારે વરસાદની
આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે ગૌણ સેવા પસંદગી મંડળે મોટો નિર્ણય લીધો છે. ગૌણ સેવા
દ્વારા તા.24 જુલાઈને શુક્રવારે યોજાનારી પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે.
અમદાવાદ,
સુરત, વાપી, વલસાડ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ
વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક
રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે જ્યારે કેટલાક શહેરોમાં વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા
માટે શાળા-કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. બીજી તરફ કેટલીક એસ.ટી.બસ, ટ્રેન
પણ રદ્દ કરવામાં આવી છે. આવી સ્થિતમાં લોકોને બિન જરૂરી બહાર ન નિકળવા તંત્ર દ્વારા
પણ અપીલ કરવામાં આવી છે. આ વચ્ચે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ઉમેદવારોના
હિતમાં એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંડળ દ્વારા આવતીકાલે એટલે કે તા.24
જુલાઈને શુક્રવારના રોજ સવારે 9થી 12 કલાક
દરમિયાન આયોજિત થનારી વર્ગ-3ના અલગ-અલગ 5 સંવર્ગની કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ
સ્પર્ધાત્મક પરીક્ષાઓ હાલ પૂરતી મુલતવી રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.