15 અને 16 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી; માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અમદાવાદ, તા.
14 ઃ ગુજરાતમાં
હાલમાં એકસાથે
છ હવામાની
સિસ્ટમ સક્રિય
થતાં રાજ્યમાં
ફરી વરસાદી
માહોલ જામ્યો
છે. હવામાન
વિભાગે આવતીકાલે
એટલે કે
15 અને 16 ઓગસ્ટે
રાજ્યના અનેક
જિલ્લાઓ માટે
યલો એલર્ટ
જાહેર કર્યું
છે. આગામી
બે દિવસ
દરમિયાન ખાસ
કરીને ઉત્તર
ગુજરાત અને
દક્ષિણ ગુજરાતના
કેટલાક વિસ્તારોમાં
ભારે વરસાદની
શક્યતા છે.
હવામાન વિભાગના
વૈજ્ઞાનિકોના જણાવ્યા
અનુસાર હાલમાં
રાજ્ય પર
શિયર ઝોન,
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ,
ડિપ્રેશન, મોન્સૂન
ટ્રફ, સાયક્લોનિક
સર્ક્યુલેશન અને
અન્ય એક
ટ્રફ સિસ્ટમ
સહિત કુલ
છ સિસ્ટમ
સક્રિય છે.
આ સિસ્ટમની
અસરને પગલે
આગામી દિવસોમાં
રાજ્યના વિવિધ
વિસ્તારોમાં વરસાદનું
જોર વધી
શકે છે.
હવામાન વિભાગે
15 ઓગસ્ટે બનાસકાંઠા,
વાવ-થરાદ,
સાબરકાંઠા, અરવલ્લી,
દાહોદ, મહીસાગર,
ડાંગ, તાપી,
નવસારી, વલસાડ
તેમજ દમણ,
દાદરા અને
નગર હવેલીમાં
ભારે વરસાદની
આગાહી કરી
છે.
16 ઓગસ્ટે ખાસ
કરીને ડાંગ,
તાપી, નવસારી,
વલસાડ તેમજ
દમણ, દાદરા
અને નગર
હવેલીમાં ભારે
વરસાદની શક્યતા
વ્યક્ત કરવામાં
આવી છે.
અન્ય વિસ્તારોમાં
પણ હળવાથી
મધ્યમ વરસાદનાં
ઝાપટાં પડવાની
શક્યતા છે.
હવામાન વિભાગે
14, 16 અને 17 ઓગસ્ટે
માછીમારોને દરિયો
ન ખેડવા
સૂચના આપી
છે.
આજે સાંજે
6 વાગ્યા સુધીમાં
રાજ્યના 111 તાલુકામાં
વરસાદ નોંધાયો
હતો. જોકે
મોટાભાગના વિસ્તારોમાં
વરસાદનું પ્રમાણ
મર્યાદિત રહ્યું
હતું. ડાંગના
વધાઇમાં સૌથી
વધુ 2.05 ઇંચ
વરસાદ નોંધાયો
હતો. રાજ્યમાં
અત્યાર સુધીમાં
સરેરાશ 494.5 મિમી
(19.44 ઇંચ) વરસાદ
થવો જોઈએ
તેની સામે
501.6 મિમી (19.72 ઇંચ)
વરસાદ નોંધાઈ
ચૂક્યો છે.
એટલે રાજ્યમાં
સિઝનનો વરસાદ
અત્યાર સુધીમાં
સામાન્ય કરતાં
આશરે 1 ટકા
વધુ રહ્યો
છે.