મુંબઈ, તા. 15 ઃ ગુરૂવારે નિફ્ટી 23000 વટાવીને 22997ના સ્તરે બંધ થયો એનાથી રૂડો રોકાણકારો માટે ક્યો રાસ હોઇ શકે? 1.66 ટકા, 375 પોઇન્ટ્સ ઉછળી 22997ના સ્તરે વિરમેલ નિફ્ટીએ 22500થી નીચે ગયા વગર 23 હજાર ક્રોસ કર્યું હોવાથી હવે એ 23000થી 23700ની રેન્જમાં રમતો રહે એવું એનાલીસીસ એનાલિસ્ટોએ કર્યું છે. બીએસઇમાં વિક્લી ઓપ્શન્સની એક્સપાયરીના દિવસે સેન્સેક્સે પણ 2.11 ટકા, 1533.72 પોઇન્ટ્સના જોરદાર ઉછાળા સાથે 74315.61 બંધ આપ્યું છે. જિયો પ્લેટફોર્મ્સના આઇપીઓની વિગતો જાહેર કરી તેની સાથે જ રિલાયન્સ રંગમાં આવતા 1152.20ના આ સપ્તાહે બનેલા બાવન સપ્તાહના લો ઉપર ટકી પોણાચાર-ચાર ટકાના દૈનિક ઉછાળાએ 1215 બંધ હતો. એણે સેન્સેક્સના 264 પોઇન્ટ્સ અને નિફ્ટીના 58 પોઇન્ટસ વધાર્યા હતા. સાથે સાથે જ બંન્ને પ્રાઇવેટ સેક્ટર લીડીંગ બેન્કોએ સુધારામાં સાથ પૂરાવી તેજીવાળાઓના મન મક્કમ કર્યા હતા. આઇસીઆઇસીઆઇ બેન્ક 4.17 ટકાના જોરદાર ગેઇને નિફ્ટી-સેન્સેક્સમાં ટોપર હતો.એણે નિફ્ટીના 79 અને સેન્સેક્સના 337 પોઇન્ટ્સ વધાર્યા હતા. રૂ. 1395નું બંધ આપનાર આ બેન્કની બોર્ડ મીટીંગ આવતી કાલે શનિવારે ત્રિમાસિક પરિણામો માટે મળશે. એચડીએફસી બેન્કે સેન્સેક્સને 250 પોઇન્ટ્સ અને નિફ્ટીને 53 પોઇન્ટ્સ સુધારવાનું કામ કરી સવા બે ટકાના ગેઇને 727 બંધ આપ્યું હતુ. એની બોર્ડ મીટીંગ સેકન્ડ ક્વાર્ટરના રિઝલ્ટ માટે આવતી કાલે જ મળશે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ટોપ ગેઇનર ટેક મહિન્દ્ર પોણાપાંચ ટકા ઉછળી રૂ. 1650 બંધ રહ્યો હતો.જોકે બ્રોડર માર્કેટે બેન્ચ માર્ક્સને અંડરપરફોર્મ કર્યા હતા. આઇટી, ઓટો અને પ્રાઇવેટ બેન્કોમાં સુધારો જોવાયો હતો. આઇટી ઇન્ડેક્સ 1.82 ટકા, 582 પોઇન્ટ્સ વધુ સુધરી 30720 જેવો હતો. આ ઇન્ડેક્સના સતત સુધારા પાછળ એન્ટી-એઆઇ ટ્રેડનું વધતુ મહત્વ જવાબદાર હતું. રોકાણકારોની મૂડી ગુરૂવારે બીએસઇ ખાતે પાંચેક લાખ કરોડ વધી 471.07 લાખ કરોડ થઇ હતી. ચંચળતાનો માપદંડ ઇન્ડીયા વિક્સ 4.58 ટકા ઘટી 13.96 થઇ ગયો હતો. નિફ્ટી ફિફ્ટીના 50 શેરોમાંથી 41 વધ્યા હતા. તેમાં ટોપ ફાઇવ લુઝરમાં નેસ્લે 7.76 ટકા પટકાઇ રૂ. 1275.80 પર ઉતરી આવ્યો હતો. બીજા ત્રિમાસિકના પરિણામોની ઘોષણા સાથે ફુગાવાને લઇને નબળા સંયોગોનો અણસાર કંપનીએ આપ્યો તેના પગલે વેચવાલી આવી હતી. જોકે એનએસઇમાં 1342 એડવાન્સીસ સામે 2218 ડિક્લાઇનીંગ શેરોનું પ્રમાણ તેજી પસંદગીના ફ્રન્ટલાઇન શેરોમાં જ થઇ હોવાનો ઇશારો કરતું હતુ. બેન્ક નિફ્ટી 0.89 ટકા, 494 પોઇન્ટ્સના સુધારા સાથે 55810 અને ફાઇનાન્સીયલ સર્વીસીસ ઇન્ડેક્સ 1.67 ટકા, 415 પોઇન્ટ્સ ઉછળી 25364 બંધ હતા. 3ને 40 મિનિટે નિફ્ટી વાયદો 1.52 ટકા વધી 22993ના સ્તરે બંધ હતો. ઇલીયટ વેવ કાઉન્ટના માપના પ્રમાણે વર્તમાન કરેક્ટીવ ઉછાળામાં 23171, 23590 કે 23758 સુધી નિફ્ટી જઇ શકે છે. ગુરૂવારે ક્રોસ થઇ ગયેલી રેસીસ્ટન્સ લાઇન આજે સપોર્ટ લાઇનનો રોલ ભજવશે તેથી 22694ને સપોર્ટ લેવલ સમજી તેજી કરવી હોય તો આ સ્ચોપલોસે અથવા 22500ના સ્ટોપલોસે કરી શકાય. 20 દિવસીય મુવીંગ એવરેજ પણ ક્રોસ થઇ ગઇ છે એ જોતાં 23 હજાર ઉપર નિકળેલો નિફ્ટી 23171, 23590 કે 23758 પણ થઇ શકે છે. નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 0.47 ટકા ઘટી 68672, નિફ્ટી મિડકેપ સિલેક્ટ 0.37 ટકા ડાઉન થઇ 13723, નિફ્ટી મિડકેપ 100 આંક 0.36 ટકા ઘટી 59197 અને સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 1.31 ટકા તૂટી 19131 બંધ હતા.
યસ
બેન્ક 14.53 ટકા ગબડી રૂ. 18.12ના સ્તરે આવી ગયો હતો. જૂલાઇ 2020 પછીના આ સૌથી મોટા
દૈનિક ઘટાડા પાછળનું કારણ હતું- વધારાના ટીયર વન બોન્ડના બેન્કે કરેલા રાઇટઓફને ક્રેપ
કરવાનું. સરકારે ફેરફેક્સના આઇડીબીઆઇ બેન્ક માટેના સોદાને હરી ઝંડી આપ્યા પછી આઇડીબીઆઇ
બેન્ક 7.68 ટકાના ગાબડે 83.45 અને સીએસબી બેન્ક 3.19 ટકા તૂટી રૂ. 311 થઇ ગયો હતો.
ડીલના પગલે આ બંન્ને બેન્કોના મર્જરની શક્યતા વધી હોવાની ચર્ચા હતી.ભેલ સાડા છ ટકા
ગુમાવી રૂ. 434 થઇ ગયો હતો. આ ઘટાડા માટે એનો ઓર્ડ્સનો પ્રવાહ ત્રણેક ત્રિમાસિકના લો
લેવલે આવ્યાનું કારણ અપાતું હતુ.
એશીયન
બજારોમાં કોસ્પી-િનક્કાઇમાં ગાબડાઃ ચીનનો શાંધાઇ કંપોઝીટ 1.59 ટકા ગબડી 3707, જાપાનનો
નિક્કાઇ 225 આંક તો 4.90 ટકા ગુમાવી 64426, ઓસ્ટ્રેલિયાનો એએસએક્સ 200 ઇન્ડેક્સ
0.09 ટકા ઘટી 8720, તાઇવાનનો ટીએસઇસી 3.41 ટકાના લોસે 46970, હોંગકોંગનો હેંગસેંગ
1.03 ટકા ડાઉન થઇ 24063 અને દ. કોરિયાનો કોસ્પી વધુ 7.57 ટકાના જોરદાર ઘટાડાએ
5554.22 પર આવી ગયો હતો.એન્ટી-એઆઇ ટ્રેડની ગંભીર અસર થઇ હતી.સાંજે પાંચ આસપાસ યુરોપમાં
એફટીએસઇ 100 આંક વધુ 0.72 ટકાના ગેઇને 10802, ડેક્સ 0.41 ટકા ગુમાવી 25191 અને કેક
40 આંક 0.32 ટકા વધુ વધીને 7898 ચાલતા હતા. યુએસ આંકોના વાયદામાં ડૉ 0.28 ટકા ઉપર,
એસએન્ડપી 500 ઇન્ડેક્સનો વાયદો 0.26 ટકા ડાઉન અને નાસદાક ફ્યુચર 1.12 ટકા નીચે ચાલતા
હતા.