• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

‘PM મોદીના નેતૃત્વમાં ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું’

વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ભીલડી ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું વિશાળ જનમેદનીને સંબોધન

50 વર્ષ પૂર્વે પીવાના પાણીની સુવિધા ન હોવાથી અમે પરિવાર સાથે બનાસકાંઠા છોડયું હતું : હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહારો

અમદાવાદ તા.30 : ‘નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. સીએમથી લઈને પીએમ સુધીની 25 વર્ષની સેવા-સમર્પણની વિકાસયાત્રા આજે વિશ્વકક્ષાએ પહોંચી છે’ તેવું આજરોજ બનાસકાંઠા જિલ્લાના ઐતિહાસિક અને સરહદી વિસ્તાર એવા ભીલડી ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં આયોજિત જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે  વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, જે રાજ્યને ક્યારેક કુદરતી આફતો સામે લાચાર માનવામાં આવતું હતું, તે રાજ્ય આજે વિશ્વકક્ષાએ પોતાનો ડંકો વગાડી રહ્યું છે. ઉદ્યોગ, શિક્ષણ, કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પ્રત્યેક ક્ષેત્રમાં ગુજરાતે આગવી ઓળખ ઊભી કરી છે. વિદેશી રોકાણકારો માટે આજે ગુજરાત પ્રથમ પસંદગી બન્યું છે જેનો શ્રેય પીએમ મોદીને જાય છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાત સતત પ્રગતિ કરી રહ્યું છે અને આજે તે સાચા અર્થમાં ભારતનું ગ્રોથ એન્જિન બની ગયું છે તેમ સીએમએ જણાવ્યું હતું.  આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠાના તેમનું જૂનું વતન ગણાવી ભૂતકાળના દુકાળ, પાણીની સમસ્યા અને બનાસ ડેરીની પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે વડાપ્રધાન મોદીના વિકાસકાર્યોની પ્રશંસા કરી હતી અને કોંગ્રેસ પર ચાબખા વરસાવ્યા હતા. ભૂતકાળ યાદ કરતાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે 50 વર્ષ પહેલાં પીવાના પાણીની સુવિધા ન હોવાથી તેમના પરિવારને પણ બનાસકાંઠા છોડવું પડ્યું હતું. તે સમયે આ વિસ્તારના લોકોએ ભયંકર દુકાળનો સામનો કર્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક