• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

પહેલીવાર અઝખમાંથી રોકડ ઉપાડ કરતાં વધી ગયા ક્રેડિટ કાર્ડ વ્યવહાર !

- 2.3 લાખ કરોડ એટીએમ કાર્ડથી ઉપાડ સામે ક્રેડિટ કાર્ડથી ખર્ચ 2.4 લાખ કરોડ : પેમેન્ટની પદ્ધતિમાં મોટું પરિવર્તન

નવીદિલ્હી,તા.2પ: ભારતમાં નાની-મોટી ખરીદીઓ માટે નાણા ચૂકવણીની પદ્ધતિમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. જેનો ખ્યાલ એટીએમમાંથી રોકડ ઉપાડ અને ક્રેડિટ કાર્ડથી થતાં ખર્ચનાં આંકડાઓનાં આધારે નજર સામે આવે છે. ઓક્ટોબર 2026માં ભારતમાં પહેલીવાર ક્રેડિટ કાર્ડથી થતો ખર્ચ એટીએમમાંથી રોકડ ઉપાડ કરતાં વધી ગયો હતો. જે અવેજ ચૂકવણીમાં આવેલા મોટા પરિવર્તનને દર્શાવી જાય છે.

ઓક્ટોબરમાં એટીએમમાંથી રોકડ ઉપાડ 2.3 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો જ્યારે ક્રેડિટ કાર્ડથી થયેલો ખર્ચ તેનાંથી પહેલીવાર વધીને 2.4 લાખ કરોડ રૂપિયા થયો હતો. પેમેન્ટની પદ્ધતિમાં આવેલું આ પરિવર્તન મહત્વનું છે કારણ કે નવેમ્બર 2019માં એટીએમમાંથી કાઢવામાં આવેલી રોકડ ક્રેડિટ કાર્ડથી થતાં ખર્ચ કરતાં પાંચગણી વધું હતું. ત્યારબાદ છેલ્લા સાત વર્ષમાં એટીએમ અને ક્રેડિટ કાર્ડથી ખર્ચનાં પ્રમાણમાં સતત વિરોધાભાસી પરિવર્તન આવ્યું છે.

ઓક્ટોબર 2026માં એટીએમમાંથી ઉપાડવામાં આવેલી રકમ ક્રેડિટ કાર્ડથી વ્યવહારનાં 61.5 ટકા હતી. જે આ સમયગાળાનું સૌથી ઓછું પ્રમાણ છે. 6833 લાખ ક્રેડિટ કાર્ડ વ્યવહારો સામે 4229 લાખ વખત એટીએમમાંથી ઉપાડ કરવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક