• મંગળવાર, 25 જૂન, 2024

તાપમાન ગગડયું, પણ ગરમી યથાવત અમદાવાદ, ગાંધીનગરમાં 45.5 ડિગ્રી

            સુરેન્દ્રનગર 44, અમરેલી 43.8, રાજકોટ 42.7 સહિત 10 શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર

આગામી ત્રણ દિવસ ભાવનગર, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગર, દીવમાં હીટવેવની અસર રહેશે

રાજકોટ, તા.24 : સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા 10 દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ઘણા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષના મે મહિનાની ગરમીનો રેકોર્ડ પણ તૂટયો છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકરી ઉઠયા છે. જો કે આજે રાજ્યના તમામ શહેરમાં ગઇકાલની સરખાણીએ મહતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે ત્યાર બાદ આજે ગઈકાલની સરખામણીએ અમદાવાદ શહેરનું મહતમ તાપમાન 1.1 ડિગ્રી ઘટયું હતું. જ્યારે ગાંધીનગરનું મહત્તમ તાપમાન 0.5 ડિગ્રી ઘટયું હતું. આજે અમદાવાદ  અને ગાંધીનગરમાં મહતમ તાપમાન 45. ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત આ બન્ને શહેરોમાં રેડ એલર્ટની સાથે હીટવેવની અસર પણ વર્તાઈ હતી. તાપમાનનો પારો ભલે થોડો ગગડયો હોય પરંતુ લોકોને હજુ ગરમીમાંથી રાહત મળી નથી. આજે પણ બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી જે જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેથી હવે આગામી બે દિવસ રાજ્યમાં તાપમાનનું જોર એકાદ ડિગ્રી ઘટે તેવી શક્યતા છે. ત્યાર બાદ ત્રીજા દિવસથી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. એટલે ગુજરાતવાસીઓને ગરમીથી આંશિક રાહત મળે તેવી શક્યતાઓ છે. તેમજ આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગર, દીવમાં હીટવેવની અસર રહેશે. જ્યારે મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર અને વડોદરા શહેરમાં હીટવેવની અસર રહેશે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ રહેશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મોડાસા, સાબરકાંઠા, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, જામનગર, બોટાદ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છમાં ઓરેન્જ એલર્ટ રહેશે.

ભાવનગર: ગરમીનું જોર યથાવત રહ્યું છે. આજે શુક્રવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 42.0 ડિગ્રી રેહેવા પામ્યું હતું. જ્યારે આજનું લઘુતમ તાપમાન 30.6 ડિગ્રી રહ્યું હતું . અમુક દિવસો માટે તાપમાન ખુબ જ ઊંચું રહેનાર હોય આ પરિસ્થિતિમાં શહેરીજનોને ગરમીથી સુરક્ષા મળી રહે અને ડી- હાઈડ્રેશન ન થાય તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ 10 થી 12 જેટલા સર્કલ -સ્થળોએ ઘછજ સાથેના પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

ધ્રાંગધ્રા: કુડાના કચ્છના નાના રણનું તાપમાન 48 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું. રણમાં મીઠું પકવતા અગરિયાઓને રણમાં સુરક્ષિત રહેવા તંત્રની અપીલ રણના અગરિયાઓ માટે સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ અને ધ્રાંગધ્રામાં એબ્યુલન્સ સાથે 2 હેલ્થની ટિમો તૈનાત કરાઇ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક