• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

પોરબંદર શહેરમાં આગ લાગવાના સાત, કુતિયાણામાં એક બનાવ બન્યો

ગત વર્ષ કરતા ઓછા ફટાકડા ફૂટતા પોરબંદરમાં આગના બનાવમાં નોંધાયો ઘટાડો

 

પોરબંદર, તા.1 : પોરબંદરમાં દિવાળીની રાત્રે ગત વર્ષ જેટલા વધુ માત્રામાં ફટાકડા ફૂટયા નથી. તેના કારણે આગના બનાવમાં પણ ભારે ઘટાડો થયો હતો. જિલ્લામાં કુલ આઠ બનાવ બન્યા હતા. જેમાં બે મેજર હતા, બાકી સામાન્ય હોવાનું જાણવા મળ્યુ છે.

પોરબંદર ફાયરબ્રિગેડ દ્વારા દિવાળીની રાત્રે આગ બુઝાવવા માટે પાંચ જેટલી ટીમો ફિલ્ડમાં અને ત્રણ જેટલી ટીમો રીઝર્વ ઓપરેશન માટે રખાઈ હતી. દિવાળીની રાત્રે પોરબંદરના જ્યુબેલી વિસ્તારમાં ભંગારના ડેલામાં મોટી આગ લાગી હતી અને તેમાં હજારો રૂપિયાનો ભંગારનો સામાન રાખ થઇ ગયો હતો. ઉપરાંત પોરબંદરના સત્યનારાયણ મંદિર સામે આવેલા દેવદર્શન એપાર્ટમેન્ટની બાજુમાં નાના એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફટાકડાના કારણે આગ લાગી હતી આથી ત્યાં પણ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક પહોચી ગઇ હતી અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આ સિવાય પોરબંદરની પોરાઇ ગૌશાળાના સુકા ઘાસચારામાં પણ આગ લાગી હતી. પોરબંદર શહેર તથા આજુબાજુમાં ખુલ્લા પ્લોટ અને કચરામાં આગ લાગી હતી. પોરબંદર ફાયરબ્રિગેડ વિભાગે કુલ સાત જેટલા આગના બનાવોમાં કામગીરી કરી હતી. કુતિયાણા ગામે એસ.બી.આઇ. પાછળ જુનવાણી બંધ મકાનમાં આગ લાગી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક