• ગુરુવાર, 02 જાન્યુઆરી, 2025

શેરબજારમાં વધુ નફાની લાલચ આપી યુવક સાથે 1.44 કરોડની છેતરપિંડી

અમદાવાદનો યુવક ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ ફસાયો : સાયબર પોલીસમાં ફરિયાદ

અમદાવાદ, તા.29: અમદાવાદમાં શેરબજારમાં વધુ નફાની લાલચે યુવાન સાથે રૂ.1.44 કરોડની છેતરપીંડી આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સોશિયલ મિડિયામાં ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ નાણા રોકતા ફસાયો હતો. યુવકે રૂ.1.44 કરોડ રોકાણ કર્યા બાદ રૂ.40 કરોડનો નફો બતાવતા હતા.જોકે બાદમાં નાણા ઉપાડવા ન દેતા છેતરપીંડીનો શિકાર બન્યાનું જણાયું હતું.

જાણવા મળતી વિગત મુજબ પાલડી સ્થિત નીલ શાહે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે 3 એપ્રિલે ઈન્સ્ટાગ્રામમાં રીલ્સમાં ક્લિક કરતા વ્હોટ્સએપ ગ્રુપમાં એડ થયા હતા. જેમાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને 5 ટકાથી 20 ટકા સુધીનો નફો મળશે. ત્યાર બાદ મોટી કમાણીની રૂ.પાંચ લાખ રૂપિયા ભર્યા હતા. બીજા દિવસે તેમને ભરેલા પૈસા પર નફો બતાવતા હતા. જેથી તેણે વિશ્વાસ કરીને એપ્લિકેશનમાં ટુકડે ટુકડે 12 જેટલા ટ્રાન્જેક્શન દ્વારા 1.44 કરોડ રૂપિયા ભર્યા હતા.

આ પૈસા ભર્યા બાદ એપ્લિકેશનમાં રૂ. 40 કરોડનો નફો બતાવતા હતા. જેથી તેણે નફો ઉપાડવા માટેનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમને રિક્વેસ્ટ સક્સેસ થઈ ન હતી. તેથી તેમની સાથે છેતરપીંડી થઇ હોવાનુ પ્રતીત થતા પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક