-બ્યુટી
પાર્લર ચલાવતી પત્ની હજુ ફરાર : પુત્ર અગાઉ પકડાતા જેલમાં ધકેલાયો
પોરબંદર,
તા.રર : પોરબંદરમાં મંડળી ચલાવતા શખસે અસંખ્ય લોકોને રોકાણ કરાવવાના બહાને રૂ. 6 કરોડનું
ફુલેકું ફેરવી પત્ની-પુત્ર સાથે ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે શોધખોળ શરૂ
કરી હતી. દરમિયાન સૂત્રધારનો પુત્ર સામેથી રજૂ થતાં ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો.
દરમિયાન સૂત્રધાર પણ નાટકીય ઢબે ઝડપાઈ જતા પોલીસે પાંચ દિવસના રિમાન્ડ પર મેળવી વધુ
તપાસ હાથ ધરી હતી.
આ અંગેની
વિગત એવી છે કે, વાડી પ્લોટ શાકમાર્કેટ બહાર આવેલી જલારામ ક્રેડિટ કો.ઓ.સોસાયટી ચલાવતા
સંજય દાવડા નામના શખસે ગરીબો અને મધ્યમવર્ગના લોકોને મોટી મોટી લાલચો આપી અને સ્કીમમાં
ફસાવી દસેક વર્ષથી ઘણા લોકોને રોકાણ કરાવ્યું હતું અને બાદમાં સંજય દાવડા તથા બ્યુટીપાર્લર
ચલાવતી પત્ની સપના દાવડા અને પુત્ર મનન રૂ.6 કરોડનું ફુલેકું ફેરવી ફરાર થઈ ગયા હતા.
આ અંગે પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
દરમિયાન
સૂત્રધાર સંજય દાવડાનો પુત્ર મનન સામેથી પોલીસમાં રજૂ થતાં પોલીસે ધરપકડ કરી જેલમાં
ધકેલી દીધો હતો. દરમિયાન આ બનાવમાં પોલીસે યુપીં પંથકમાંથી સંજય દાવડાને ઝડપી લઈ પાંચ
દિવસના રિમાન્ડ પર લીધો હતો. પોલીસે ગુપચુપ સમગ્ર કાર્યવાહી કરતા પોલીસની કામગીરી સંદર્ભે
અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. તેમજ હાલમાં ફરાર સંજયની પત્ની સપનાની પણ શોધખોળ શરૂ કરી
હતી.