પોરબંદર,
તા.26: મૂળ જાંબુગામે વણકરવાસમાં તથા હાલ રાજુલાની અલ્ટ્રાટ્રેક સિમેન્ટ ફેકટરી કોવાયા
ગામ ખાતે રહેતા રમેશભાઇ પરમાર દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે કે તેમના પિતા ભુરાભાઇ
જેઠાભાઇ પરમાર ગામના બસસ્ટેશન પાસે બેઠા હતા ત્યારે સ્કૂલ બસના ચાલક જગદીશ રામા સોલંકીએ
ફૂલસ્પીડે બસ ચલાવીને ભુરાભાઇને અડફેટે લેતા તેમનું મૃત્યુ થયું છે. કાંટેલા ગામે વાડી
વિસ્તારમાં રહેતા મેઘા સામતભાઇ વિકમા દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે
તેમના 40 વર્ષના દીકરા ભરતનું વાહન અકસ્માતે મૃત્યુ થયુ છે. ભરત તેનું મોટર સાયકલ લઇને
રાતડી-રાતડી- કાંટેલા વચ્ચે નીકળ્યો હતો ત્યારે કાંટેલા ગામેથી રોંગ સાઇડમાં ફૂલસ્પીડે
ટ્રેક્ટર લઇને ચલાવતા વિરમ મસરી કેશવાલાએ ભરતના બાઇકને અડફેટે લઇ લીધું હતું.