• મંગળવાર, 03 માર્ચ, 2026

સુરત : સાયબર ફ્રોડનો આરોપી જૂનાગઢથી ઝડપાયો

આર.ટી.ઓ. ચલણની બનાવટી ફાઇલ મોકલી આચરી હતી છેતરપિંડી 

સુરત, તા.2 : સુરત સાયબર ક્રાઇમ સેલે સાયબર ફ્રોડ આચરતા એક આરોપીને જૂનાગઢથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વોટ્સએપ ઉપર બનાવટી ડિજીટલ આર.ટી.ઓ. ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલી, મોબાઇલ ફોન હેક કરી ઓનલાઇન રૂપિયા પડાવતો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં હાજર કરતા કોર્ટે 4 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.

શહેરના એક યુવકને અજાણ્યા નંબર ધારકે વોટ્સએપ ઉપર બનાવટી ડિજીટલ આર.ટી.ઓ. ઇ-ચલણની એપીકે ફાઇલ બનાવી યુવકના મોબાઇલ ફોન પર મોકલી આપી હતી. જે ફાઇલ યુવકે ઓપન કરતા તેનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો અને તેના બેન્કના ખાતામાંથી કુલ રૂ. 70,379 ટ્રાન્સફર થઈ ગયા હતા. જેથી યુવકે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ આધારે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન સુરત સાયબાર સેલે ગુનામાં સંડોવાયેલા આરોપી બોદુ મામદભાઈ પલેજા(ઉં.39)ને જૂનાગઢથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલો આરોપી 16 વર્ષની ઉંમરે નેશનલ લેવલના વેઇટલિફ્ટિંગ એથ્લેટ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક