પોરબંદર,
તા. 11 : રાણાવાવના રાણાવાડોત્રા ગામે પશુ
બંધાવાના ઢાળિયામાં વિદેશી દારૂ વેચાતો હોવાની બાતમીના આધારે રાણાવાવ પોલીસ મથકના પી.આઈ
એમ ડી વાળા સહિતના સ્ટાફે દરોડો પાડી બાતમી આધારિત જગ્યાએથી વિદેશી દારૂની બોટલો નંગ.374
જેની અંદાજીત કિંમત રૂ.1.34 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો, રેડ દરમિયાન નામચીન બુટલેગર
વિજય ખીમા કટારા અને કિશોર ખીમા કટારા નાશી છુટયા હતા, પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત
કરી નાશી છુટેલા બન્ને સગા ભાઈઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.