પોરબંદર,
તા.11 : પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં આવેલી સોનીની દુકાને યુવાને રોકડ અને સોનું
આપેલા હતા જે સોનું અને રોકડ પરત નહીં કરી સોનીએ યુવક સાથે છેતરપીંડી આચરતા પોલીસ ફરિયાદ
નોંધાઈ હતી.
પ્રાપ્ત
વિગતો મુજબ પોરબંદર કડિયા પ્લોટ હાઉસિંગ કોલીનીમાં રહેતા યુવક સંજય કલ્યાણજી રાઠોડે
પોલીસ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે પોતે 2022માં કડિયા પ્લોટમાં આવેલી આશાપુર જવેલર્સમાં
અર્જુન પાલાની સોનીની દુકાન છે જ્યાં રૂ.70 હજાર અને સોનું ઘડામણ માટે આપ્યું હતું
બાદ દોઢ મહિનામાં સોની દુકાન બંધ કરીને જતો રહ્યો હતો, બાદ તેની શોધખોળ કરી તેને સોના
અને રોકડ અંગે વાત કરતા તેને જણાવ્યું હતું કે સોનું અને રોકડ મારા અંગત કામ માટે વપરાઈ
ગયા છે.
મારી
પાસે વેત થશે એટલે તમને પરત આપી દઈશ બાદ ઘણો સમય પસાર થયા બાદ સોનું અથવા રોકડ રકમ
પરત માગતા તેને હાથ ઉંચા કરી દેતા રૂ.3.30 લાખના દાગીના અને 70 હજાર રોકડાની છેતરપીંડીની
ફરિયાદ નોંધાવતા પોલીસે સોની આરોપી અર્જુન પાલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી
હાથ ધરી હતી.