પોરબંદર,તા.5 : ટૂર પેકેજની લોભામણી સ્કીમો આપી નિર્દોષ નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરાપિંડી આચરવાના ચાર વર્ષ જૂના ગુનામાં પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (કઈઇ) ને મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસના નાસતા ફરતા
મુખ્ય
આરોપીને અમદાવાદના નરોડા વિસ્તારમાંથી દબોચી લીધો છે.
વર્ષ
2022 માં પોરબંદરના એમ.જી. રોડ પર આવેલી કંસાર હોટલમાં ‘ધ રોયલ રેજીસ હોસ્પિટાલીટી’
નામની કંપનીના નામે એક માટિંગ યોજવામાં આવી હતી. જેમાં આરોપીઓએ ફરિયાદી અને સાહેદોને
સસ્તી ટૂર સ્કીમોની લાલચ આપી, ખોટા એગ્રીમેન્ટ બનાવી ક્રેડિટ કાર્ડ દ્વારા અંદાજે રૂ.3,50,000
ઓનલાઇન ટ્રાન્સફર કરાવી છેતરાપિંડી આચરી હતી. આ અંગે કમલાબાગ પોલીસ મથકે ગુનો નોંધાયો
હતો.
કઈઇ સ્ટાફના રાજેન્દ્રભાઈ જોષી અને ઉપેન્દ્રાસિંહ
જાડેજાને બાતમી મળી હતી કે, આ ગુનાનો વોન્ટેડ આરોપી પુરણાસિંગ ઉર્ફે આશુ રાજપુત શિવરાજાસિંગ
કુશવાહા અમદાવાદમાં છુપાયો છે. બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે અમદાવાદના નરોડા, કઠવાડા
ગામની નીલકંઠ રેસીડેન્સી ખાતે દરોડો પાડી આરોપીને ઝડપી પાડયો હતો. હાલ આરોપીનો કબજો
મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને કમલાબાગ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે.