• સોમવાર, 06 એપ્રિલ, 2026

ગોરખપુરના વેપારીની રાજકોટના પેઢી માલિક સાથે રૂ.17.29 લાખની છેતરાપિંડી

ચાંદીના દાગીના મંગાવી ‘ખોટા ચોરસા’ પધરાવ્યા

રાજકોટ,તા.5:      શહેરના સંતકબીર રોડ પર આવેલી ‘િક્રષ્ના સિલ્વર’ નામની પેઢીના માલિક સાથે ઉત્તર પ્રદેશના ગોરખપુરના એક શખ્સે રૂ.17.29 લાખની છેતરાપિંડી આચર્યાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. આરોપીએ પોતાની ખોટી ઓળખ આપી રાજકોટથી ચાંદીના દાગીના મંગાવ્યા બાદ પેમેન્ટને બદલે ચાંદીના ખોટા ચોરસા મોકલી વિશ્વાસઘાત કર્યો હતો.

     મળતી વિગત મુજબ, કનકનગરમાં રહેતા દીપકભાઈ હરીભાઈ મંડલીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગોરખપુરના મુકેશ જયસ્વાલે પોતાની ઓળખ ’જયસ્વાલ જ્વેલર્સ’ના માલિક તરીકે આપી હતી. આરોપીએ દીપકભાઈને ચાંદીની પાયલનો મોટો ઓર્ડર આપ્યો હતો અને બદલામાં કાચી ચાંદી આપવાની લાલચ આપી હતી. વિશ્વાસમાં આવીને દીપકભાઈએ સનરાઈઝ કુરિયર મારફતે અંદાજે 15.723 કિલોગ્રામ ચાંદીના દાગીના (કિંમત રૂ.17,29,813) ગોરખપુર મોકલી આપ્યા હતા.

     જોકે, દાગીના મળી ગયા બાદ આરોપીએ કરાર મુજબ સાચી ચાંદી કે પેમેન્ટ મોકલવાને બદલે ચાંદીના ખોટા ચોરસા મોકલી આપી છેતરાપિંડી આચરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક