ભારતની ઊર્જા નીતિ અન્ય કોઈ દેશ ઉપર નિર્ભર નથી : અમેરિકા છૂટ ન લંબાવે તેનાથી ભારતને કોઈ ફર્ક નહીં પડે
નવી
દિલ્હી, તા.17: ઈરાન યુદ્ધનાં કારણે સર્જાયેલા ઊર્જા સંકટ વચ્ચે અમેરિકાએ રશિયાનાં
ઓઈલ ઉપરથી કામચલાઉ ધોરણે હટાવી લીધેલો પ્રતિબંધ ફરીથી લાગુ કરી દીધો છે. એટલે કે, રશિયાથી
ઓઈલ ખરીદવા માટે મળેલી 30 દિવસની છૂટ સમાપ્ત થઈ ગઈ છે. જો કે અમેરિકાનાં આ પ્રતિબંધ
છતાં ભારત રશિયાથી ક્રૂડ ઓઈલ અને એલપીજીની ખરીદી ચાલુ રાખવાનું છે. ભારત સરકાર સાથે
જોડાયેલા સૂત્રોએ જણાવ્યા અનુસાર ભારતની ઊર્જા આયાત નીતિ સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને
તે અમેરિકાનાં પ્રતિબંધો ઉપર નિર્ભર નથી.
આમ,
રશિયાથી ઓઈલ ખરીદવા મુદ્દે ભારતે અમેરિકા સામે બાંયો ચડાવી લીધી છે. સૂત્રોઁએ જણાવ્યું
હતું કે, ભલે અમેરિકાએ આ રશિયાથી ઓઈલ આયાતની
છૂટને આગળ વધારી નથી પણ ભારતીય રિફાઈનરીઓ પહેલાની માફક જ એ કંપનીઓ અને જહાજો પાસેથી
ઓઈલ ખરીદી ચાલુ રાખશે જે પ્રતિબંધનાં દાયરામાં નથી આવતાં. અન્ય એક અધિકારીએ કહ્યું
હતું કે, છૂટ આપવી કે નહીં તે અમેરિકાનો અધિકાર છે પણ આનાથી ભારતની નીતિ નક્કી નથી
થતી. રશિયાથી ઓઈલ અને એલપીજી ખરીદવાનાં પ્રયાસો ચાલી રહ્યાં છે. ઓઈલ અને ગેસ બન્ને
બિનપ્રતિબંધિત સ્રોતોથી આવતા રહેશે.
આંકડાની
વાત કરવામાં આવે તો માર્ચ 2026માં ભારતે રશિયાથી રોજ સરેરાશ 19.8થી 20.6 લાખ બેરલ ઓઈલ
આયાત કર્યુ હતું જે 2023 પછી સૌથી વધુ હતું. આ પહેલા 2023-24માં ભારતી કુલ ઓઈલ આયાતમાં
રશિયાનાં ઓઈલનો હિસ્સો 3પ.9 ટકા રહ્યો હતો. 2024-2પમાં પણ તે લગભગ 3પ.8 ટકા રહ્યો જ્યારે
માર્ચ 2026માં ચીન પછી ભારતે રશિયાથી સૌથી વધુ ઓઈલ આયાત કર્યુ હતું.