• શનિવાર, 18 એપ્રિલ, 2026

બેન્કોએ અટકાવી સોના-ચાંદીની આયાત

કસ્ટમ ડયૂટીનાં આદેશનાં અભાવે પહેલીવાર વિદેશમાં અટવાઈ કિંમતી ધાતુ

નવી દિલ્હી, તા.17: સોના-ચાંદીને લગતી મહત્ત્વની ખબર આવી રહી છે અને તેનાં હિસાબે બન્ને કિંમતી ધાતુનાં ભાવમાં ફરી એકવાર વધુ તેજી જોવા મળી શકે છે. ભારતીય બેન્કોએ વિદેશથી આવતા સોના અને ચાંદીનાં આયાત ઓર્ડરને અટકાવી દીધા છે અને સરકારે બુલિયન આયાત ઉપર કોઈ આદેશ કે જાહેરનામુ જારી કર્યુ ન હોવાથી કસ્ટમ ડયુટી મુદ્દે મડાગાંઠ સર્જાઈ ગઈ છે.

બેન્કોનાં આ પગલાનાં કારણે અનેક ટન સોનું અને ચાંદી વિદેશમાં અટવાઈ ગયું છે. જેનાં હિસાબે ભારતમાં પુરવઠાંમાં ઘટાડો આવી શકે છે. ભારત સોના-ચાંદીની ખરીદી માટે વિદેશ ઉપર જ નિર્ભર રહેતું હોવાથી ભારતમાં આની કમજોર માગ વૈશ્વિક સ્તરે પણ ભાવ ઉપર દબાણ લાવી શકે છે. જો કે આનાથી ભારતની વેપાર ખાધ ઘટશે અને રૂપિયાને પણ આનાથી મજબૂતી મળશે.

આવું પહેલીવાર બન્યું છે જેમાં સરકારી આદેશનાં અભાવે કસ્ટમ ડયૂટી ઉપર વાત અટકી ગઈ હોય અને તેનાં હિસાબે ભારતીય બેન્કોએ સોના-ચાંદીની આયાત જ અટકાવી દીધી છે. સરકારે સીમા શુલ્ક અંગે છેલ્લે એપ્રિલ 202પમાં આદેશ જારી કર્યો હતો અને તે 31 માર્ચ 2026 સુધી જ લાગુ હતો. હવે બેન્કોને ડીજીએફટીનાં નવા આદેશની રાહ છે. જેના કારણે પાંચ ટન કરતાં વધુ સોનું-ચાંદી કસ્ટમ ડયૂટીની મંજૂરી વગર અટકેલું છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક