આરોપી
જૂનાગઢ જેલમાં જ રહેશે
પોરબંદર,
તા.15 : પોરબંદર શહેરમાં લેન્ડગ્રાબિંગના ગુનામાં સંડોવાયેલાં આરોપી હિરલબા જાડેજાનો
જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા કબજો લઈ પોલીસે તેમને પોરબંદર કોર્ટમાં રજૂ
કર્યા હતા.
પ્રાપ્ત
માહિતી મુજબ પોરબંદરના ભુરા મુંજાનાં પત્ની ચૌલાદેવી ઉર્ફે ચૌલાબેન ભુરાભાઈ જાડેજાએ
હિરલબા જાડેજા સામે લેન્ડગ્રાબિંગની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં
આવ્યો હતો કે ભુરાભાઈ જાડેજાનાં અવસાન બાદ સૂરજ પેલેસ બંગલા ખાતેથી ચૌલાબેનને હિરલબા
જાડેજાએ કાઢી મૂક્યા હતા અને સૂરજ પેલેસ બંગલો સહિત 1.20 કરોડની મિલકત ઉપર ગેરકાયદે
કબજો જમાવી લીધો હતો. પોલીસે કોર્ટમાં 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી પરંતુ કોર્ટે
સુનાવણી બાદ એક પણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા ન હતા અને આરોપીને જેલ હવાલે કરવાનો
હુકમ કર્યો છે. હાલમાં હિરલબા જાડેજા જૂનાગઢ જેલવાસ ભોગવી રહ્યા છે. કોર્ટના હુકમ બાદ
હવે તેઓ જૂનાગઢ જેલમાં જ રહેશે.