• ગુરુવાર, 16 જુલાઈ, 2026

મણિપુરમાં આસામ રાઈફલ્સની છાવણી ઉપર ટોળાનો હુમલો: ત્રણ વાહન ફૂંક્યા

નવી દિલ્હી, તા.1પ: મણિપુરનાં સેનાપતિ જિલ્લામાં આસામ રાઈફલ્સની એક છાવણી ઉપર મંગળવારની રાતે હિંસક બનેલી ભીડે મોટો હુમલો કરી નાખ્યો હતો અને પથ્થરમારો, તોડફોડ મચાવી હતી. આ તોફાનમાં સુરક્ષાદળોનાં ત્રણ વાહનોને પણ બાળી નાખવામાં આવ્યા હતાં. આસામ રાઈફલ્સે માકુઈલોંગદી વિસ્તારમાં હથિયારધારી ઉગ્રવાદીઓ છૂપાયાની ગુપ્તચર બાતમીનાં આધારે ચલાવેલા તલાશી અભિયાન પછી ઉશ્કેરાયેલા ટોળાએ આ હુમલો કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક