• ગુરુવાર, 16 જુલાઈ, 2026

વન ડે વર્લ્ડ કપમાં સુપર સિરીઝ અને ગ્રુપ સ્ટેજ પછી સુપર-7 રાઉન્ડ

વન ડે અને T-20 વર્લ્ડ કપના ફોર્મેટમાં ફેરફાર જાહેર કરતું ઈંઈઈ

નવી દિલ્હી તા.1પ: આઇસીસી તરફથી વર્ષ 2027માં રમાનાર વન ડે વર્લ્ડ કપના ફોર્મેટમાં મોટા અને ચોંકાવનારા ફેરફાર કરાયા છે. તાજેતરમાં એડિનબર્ગમાં આઇસીસીની એજીએમ મળી હતી. જેમાં આ નિયમોની ઘોષણા થઇ છે. આ ફેરફારનો મુખ્ય ઉદેશ ટૂર્નામેન્ટના પ્રારંભિક મેચોને વધુ રોમાંચક બનાવવાનો છે. આઇસીસીએ ટી-20 ફોર્મેટના વિશ્વ કપમાં પણ નવા નિયમનો લાગૂ કરવાની મંજૂરી આપી દીધી છે. જેમાં હવે પહેલીવાર સુપર-8 રાઉન્ડના બદલે સુપર-10 રાઉન્ડ રમાશે. જે દ્વારા અંતિમ-4 ટીમ નકકી થશે.

દ. આફ્રિકા, નામીબિયા અને ઝિમ્બાબ્વેની ધરતી પર 2027માં વન ડે વર્લ્ડ કપ આયોજિત થવાનો છે. જેમાં 14 ટીમ ભાગ લેશે, પણ ટૂર્નામેન્ટનું ફોર્મેટ બદલાશે. હવે આ ટૂર્નામેન્ટ ત્રણ રાઉન્ડમાં રમાશે. આથી પહેલા મેચથી જ સ્પર્ધા રોમાંચક બનશે તેવો આઇસીસીનો દાવો છે.

પહેલો રાઉન્ડ : સુપર સિરિઝ

વર્લ્ડ કપની શરૂઆતમાં આઇસીસી ક્રમાંકની 12મા, 13મા અને 14મા સ્થાન પરની ત્રણ ટીમ વચ્ચે રાઉન્ડ રોબિન સુપર સિરીઝ રમાશે. આ ત્રણ ટીમમાંથી ટોચ પર રહેનારી એક ટીમ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરશે.

બીજો રાઉન્ડ : ગ્રુપ સ્ટેજ

જેમાં 12 ટીમ હશે અને તેને 6-6ના ગ્રુપમાં રાખવામાં આવશે. જેમાં બન્ને ગ્રુપની 3-3 ટીમ સીધી જ સુપર-7 રાઉન્ડમાં પ્રવેશ કરશે. આ સિવાય બન્ને ગ્રુપની એક સર્વશ્રેષ્ઠ ટીમ પસંદ થશે અને તેને સુપર-7 રાઉન્ડમાં જગ્યા મળશે. 

ત્રીજો રાઉન્ડ: સુપર-7

આ રાઉન્ડમાં પહોંચનાર 7 ટીમ એક-બીજા સામે એક-એક મેચ રમશે. જેમાંની ટોચની 4 ટીમ સેમિ ફાઇનલમાં જગ્યા બનાવશે. પહેલા નંબરની ટીમ સામે ચોથા નંબરની ટીમ સામે પહેલો સેમિ અને બીજા-ત્રીજા નંબરની ટીમ વચ્ચે બીજો સેમિ ફાઇનલ મેચ રમાશે. સેમિની વિજેતા ટીમ વચ્ચે ફાઇનલ મુકાબલો થશે.

વર્લ્ડ કપમાં જૂના ફોર્મેટમાં 14 ટીમને 7-7ના ગ્રુપમાં રાખવામાં આવતી હતી. જેમાં ટોચની 3-3 ટીમ સુપર-6 રાઉન્ડમાં પહોંચતી અને ત્યાંથી સેમિ ફાઇનલનો રસ્તો તૈયાર થતો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક