• ગુરુવાર, 16 જુલાઈ, 2026

અડપલાને બળાત્કારનો પ્રયાસ માની શકાય નહીં : ચુકાદા સામે સુપ્રીમની સખતાઈ

દેશની તમામ અદાલતોને જાતીય અપરાધોમાં ન્યાયિક સંવેદનશીલતા જાળવવા તાકીદ

નવી દિલ્હી, તા.1પ: મહિલાઓનાં માન-સન્માન ઉપર જજોની અણછાજતી ટિપ્પણી સામે સુપ્રીમ કોર્ટે સખત નારાજગી દેખાડી છે. જેમાં પટણા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા એક ફેંસલા વિશે શીષ અદાલતે ગંભીર ચિંતા પ્રગટ કરી હતી. હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે, ફક્ત મહિલાની સલવાર ઉતારવી, છાતી દબાવવા જેવા અડપલાને બળાત્કારની કોશિશ માની શકાય નહીં.

આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે પણ આ મતલબનો જ એક ચુકાદો આપેલો. આવા કિસ્સાઓનું સંજ્ઞાન લઈને સુપ્રીમ કોર્ટની સીજેઆઈ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે જજોમાં સંવેદનશીલતાની ખોટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે, ન્યાયધીશોનું કર્તવ્ય છે કે, તેઓ પહેલા થોડું અધ્યયન કરે, પછી ચુકાદા આપે. આ સાથે જ કોર્ટે નેશનલ જ્યુડિશિયલ એકેડમી કમિટીનો રિપોર્ટ પણ તમામ હાઈકોર્ટની વેબસાઈટ ઉપર અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન દેશની તમામ અદાલતો માટે માર્ગદર્શિકા પણ જારી કરી હતી. જેમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, જાતીય અપરાધોનાં કેસમાં ન્યાયિક સંવેદનશીલતા ઉપર બનેલો રિપોર્ટ કોર્ટની વેબસાઈટો ઉપર અપલોડ કરવામાં આવે.

ઇ-પેપરના નવા શુલ્ક