• ગુરુવાર, 16 જુલાઈ, 2026

ખાંભાના નાની ધારી ગામે અંગત અદાવતમાં યુવકની હત્યા

હત્યારાઓ કયા કારણોસર અને કયા હથિયારથી હુમલો કરીને ફરાર થઈ ગયા તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા

અમરેલી,તા.15:અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાની ધારી ગામે સાંજના સમયે અંગત અદાવતમાં એક યુવકની હત્યા થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, આશરે 25 થી 30 વર્ષના એક યુવક પર કોઈ અજ્ઞાત હુમલાખોરોએ ઘાતક હથિયારો વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખાંભા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હત્યાના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ તેજ કરવામાં આવી છે.

આ ઘટનામાં મૃત્યુ પામનાર યુવક નાની ધારી ગામના જ રહેવાસી જયરાજભાઈ ધાખડા હોવાનું સામે આવ્યું છે. ખાંભા પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધીને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. હત્યારાઓ કયા કારણોસર અને કયા હથિયારથી હુમલો કરીને ફરાર થઈ ગયા છે તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં જ આરોપીઓને ઝડપી લેવાની ખાતરી આપી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક