• ગુરુવાર, 16 જુલાઈ, 2026

વન ડે બેટિંગ ક્રમાંકમાં શુભમન ગિલ પાસે ટોચ પર પહોંચવાની તક

અક્ષર પટેલને ઓલરાઉન્ડર્સની સૂચિમાં ત્રણ સ્થાનનો ફાયદો

દુબઇ, તા.1પ: આઇસીસી તરફથી આજે નવા વન ડે ક્રમાંક જાહેર થયા છે. જેમાં ભારતના અક્ષર પટેલને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. તે ઓલરાઉન્ડર્સની સૂચિમાં 9મા ક્રમે આવી ગયો છે. અક્ષરે ઈંગ્લેન્ડ સામેના પ્રથમ વન ડેમાં મેચ વિનિંગ પ્રદર્શન કરીને 4 વિકેટ અને અર્ધસદી કરી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્મા પ્રથમ વન ડેમાં નિષ્ફળ રહ્યા હતા. આમ છતાં તેઓ ટોપ-ફાઇવમાં બની રહ્યા છે.

ભારતીય કપ્તાન શુભમન ગિલે 80 રનની ઇનિંગ રમી હતી. તેને 12 અંકનો ફાયદો થયો છે. તે 803 રેટિંગ પોઇન્ટથી બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડનો ડેરિલ મિચેલ 814 પોઇન્ટ સાથે ટોચ પર છે. ઇંગ્લેન્ડના સામેના બાકીના બે મેચમાં શાનદાર દેખાવ કરીને ગિલ પાસે મિચેલને ખસેડી ટોચનું સ્થાન હાંસલ કરવાની તક બની રહેશે જ્યારે વિરાટ-રોહિત ક્રમશ: ત્રીજા-ચોથા નંબર પર છે જ્યારે વન ડેમાં લગભગ અઢી વર્ષે વાપસી કરનાર જસપ્રિત બુમરાહ બોલિંગ ક્રમાંકમાં 24મા નંબર પર છે. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન વન ડેનો નંબર વન બોલર છે.

ઇ-પેપરના નવા શુલ્ક