ઘાયલ બળદને ટ્રેક્ટરમાં ચડાવતા સમયે સર્જાયો ગમખ્વાર અકસ્માત
જામનગર,
તા.24: જામજોધપુર નજીક આવેલા ગાંધેશ્વર રેલવે ફાટક પાસે અકસ્માતમાં ઘાયલ થયેલા બળદને
ટ્રેક્ટરમાં ચડાવવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે
રોડ પર ઉભેલા ત્રણ લોકોને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓને
ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે
ઘવાયેલો હોવાથી તેમને વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત
સર્જીને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં
આવી છે.
આ ઘટના
અંગે મૃતકના પુત્ર મહેશભાઈ ભોજાણી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, અકસ્માત સર્જનાર
કારના ચાલક જામજોધપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ એન.બી. ચૌહાણ હતા. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત સાધુને પોતાની કારમાં
સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જોકે, બેદરકારીથી વાહન ચલાવવાના આક્ષેપ
સાથે ફરિયાદ નોંધાતા એસ.પી.ડો. રવિમોહન સૈની પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે
પી.આઈ. સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.